News Continuous Bureau | Mumbai
Mumbai: મહારાષ્ટ્ર (Maharashtra) ના પાટનગર મુંબઇ (Mumbai) માં એક હીરા બનાવતી કંપનીના (Diamond Company) સ્ટોરમાંથી 6 મહિનામાં 5.62 કરોડ રૂપિયાના હીરાની ચોરી થઇ હતી. પોલીસે આ ઘટનામાં કંપનીના 2 કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
બીકેસી પોલીસ સ્ટેશન (BKC Police Station) ના અધિકારીએ જણાવ્યુ કે જેબી એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સંજય શાહે ફરિયાદ કરી હતી કે કંપનીના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં ભારત ડાયમંડ બોર્સનો એક સ્ટોર છે, જ્યાથી 5.62 કરોડ રૂપિયાના હીરા ચોરી થયા છે.
આ સમાચાર પણ વાંચો : New rules : નવો મહિના નવા ફેરફાર.. આજથી બદલાયા 4 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે…
ફરિયાદ કરનારા સંજય શાહે કંપનીના 2 કર્મચારી પ્રશાંત શાહ અને વિશાલ શાહ પર ચોરીનો શંકા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે બન્ને એપ્રિલથી હીરા ચોરી રહ્યાં છે, બન્ને કાંદિવલીમાં રહે છે.
કેસ નોંધીને ત્રણેય લોકોની ધરપકડ કરી છે….
પોલીસે જણાવ્યુ કે કંપનીના પૂર્વ કર્મચારી નિલેશ શાહ કથિત રીતે ચોરીના હીરા વેચવામાં બન્નેની મદદ કરતો હતો. પોલીસે કલમ 420 સહિત કેટલીક અન્ય કલમમાં કેસ નોંધીને ત્રણેય લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.
આ પહેલા સપ્ટેમ્બરમાં સુરતના સરસાણા વિસ્તારમાં 5 લૂંટારાઓએ મળીને 5 કરોડ રૂપિયાના હીરા લૂંટ્યા હતા. જોકે, તેમણે 3 કલાકની અંદર જ ઝડપી લેવામાં આવ્યા હતા.
ગુનેગારોએ કર્મચારીઓ પાસેથી હીરાની બેગને લૂંટી હતી તેમાં GPS ટ્રેકર લાગેલુ હતુ જેને કારણે પોલીસે તેમણે ટોલ નાકા પાસેથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યુ હતું કે તમામ આરોપી મુંબઇના હતા.