Mumbai Air Pollution: મુંબઈકર સાવધાન! મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોચ્યું.. જાણો વિગતે અહીં..

Mumbai Air Pollution: મુંબઈમાં વધતા ઍર પૉલ્યુશનને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા છ ટૅક્નોલોજીને અમલમાં મૂકવાની છે, તેમાં બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસોમાં વેહિકલ માઉન્ટેડ ઍર ફિલ્ટર બેસાડવાની છે…

by NewsContinuous Bureau
Mumbai Air Pollution Mumbaikars beware! The level of pollution in Mumbai has reached dangerous levels.. Know details here..

News Continuous Bureau | Mumbai

 Mumbai Air Pollution: મુંબઈ (Mumbai) માં વધતા ઍર પૉલ્યુશન (Air Pollution) ને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) છ ટૅક્નોલોજીને અમલમાં મૂકવાની છે, તેમાં બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ની બસોમાં વેહિકલ માઉન્ટેડ ઍર ફિલ્ટર બેસાડવાની છે. ૧૦ જગ્યાએ વર્ચ્યુલ ચીમની બેસાડવાની સાથે બગીચાઓમાં ઍર પ્યુરીફિકેશન સિસ્ટમ વગેરેને પ્રાયોગિક ધોરણે બેસાડવાની છે.

મુંબઈમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) જોખમી સ્તરે દિલ્હી (Delhi) ને પણ પાછળ મૂકી ગયું હતુ. સતત વધી રહેલા પ્રદૂષણ માટે મુંબઈમાં મોટા પાયા પર ચાલી રહેલા વિકાસ કામ, રિડવેલપમેન્ટ જેવા બાંધકામને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે કસ્ટ્રકશન સાઈટ માટે લગભગ ૨૮ જેટલા નિયમો અને શરતો સાથેની ગાઈડલાઈનને પાલિકાએ બહાર પાડીને તેને અમલમાં મૂકી છે. એ સાથે જ હવે પાલિકાએ શહેરમાં પ્રદૂષણને ઘટાડવા માટે વાહનોમાં બેસાડવા માટે ઍર ફિલ્ટરથી લઈને છ ટૅક્નોલોજીને અમલમાં મૂકવાની યોજના બનાવી હોવાનું મહારાષ્ટ્રના પ્રધાન અને પાલક પ્રધાન દીપક કેસકરે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :Port Louis: ચીનને હંફાવવા મોરેશિયસમાં ભારતે વિશાળ સૈન્યમથક બનાવ્યું, હિન્દ મહાસાગરમાં ડ્રેગન સામેનો મોરચો થશે મજબૂત… જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

આઈઆઈટી (IIT) એ મુંબઈમાં પ્રાથમિક ધોરણે મુંબઈમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ટૅક્નોલોજી કંપનીઓ અને તેમની ટૅક્નોલોજીની ઓળખ કરી છે અને તેમાંથી જે પ્રદૂષણ ઘટાડવા માટે અસરકાર સાબિત થશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. પાલિકાએ મુંબઈમાં ૧૦ ભીડભાડવાળી અને જ્યાં ટ્રાફિક વધુ હોય છે તેવી જગ્યાએ ‘વર્ચ્યુલ ચીમની’ બેસાડવાની યોજના છે, ત્યાં આ ચીમની ફિલ્ટરેશનનું કામ કરશે. ૫૦ જગ્યાએ હવાના શુદ્ધીકરણ માટે ‘વાયુ’ નામની સ્ટ્રીટલાઈટ લગાડવામાં આવવાની છે. મુંબઈના બગીચાઓમાં ઍર પ્યુરીફિકેશન સિસ્ટમ બેસાડાશે, જેમાં દાદરનું શિવાજી પાર્ક, ભાયખલાનું રાણીબાગ, મરીન લાઈન્સનું એસ. કે. પાટીલ ગાર્ડન અને વડાલાના ભક્તિ પાર્કનો સમાવેશ થાય છે.

મુંબઈગરાને ઓછી માત્રામાં ફટાકડા ફોડવાની અપીલ…

મુંબઈમાં બુધવારે હવાની ગુણવત્તા નબળી રહી હતી. દિવસ દરમિયાન ઍર ક્વોલિટીનો ઈન્ડેક્સ ૧૫૨ નોંધાયો હતો. હવાની ગુણવત્તા સતત નબળી નોંધાઈ રહી છે ત્યારે જે રીતે લખનૌ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પર દેખરેખ રાખવા માટે કંટ્રોલરૂમ બનાવવાનો નિર્ણય લીધો છે, તે મુજબ મુંબઈ મહાનગપાલિકા પણ એક્યુઆઈ પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલરૂમ ઊભો કરવા બાબતે બહુ જલદી નિર્ણય લેવાની છે.

દીવાળીનો તહેવાર નજીક છે ત્યારે મુંબઈમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુંબઈના પાલક પ્રધાને મુંબઈગરાને ઓછી માત્રામાં ફટાકડા ફોડવાની અપીલ કરી છે. પાલક પ્રધાને કહ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર ૧૦૦ ટકા પ્રતિબંધ છે. પરંતુ મુંબઈમાં પ્રતિબંધ મૂકવાની હાલ કોઈ યોજના નથી. ફક્ત નાગરિકોએ જાતે જ વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અને પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઓછા ફટાકડા ફોડવા જોઈએ.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More