Site icon

મુંબઈ લોકલ ટ્રેન માટે કામના સમાચાર.. UTS મોબાઈલ એપ પરના આ નિયમો થયા હળવા.. મુસાફરોને થશે મોટો ફાયદો  

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ સામાન્ય મુંબઈવાસીઓ માટે લાઈફલાઈન ગણાય છે. ઘણા મુસાફરો હવે પીક અવર્સ દરમિયાન અથવા ઉતાવળમાં હોય ત્યારે UTS મોબાઇલ એપ પરથી સીધી ટિકિટ બુક કરીને લોકલ ટ્રેન પકડવાનું પસંદ કરે  છે. મુંબઈ લોકલના મુસાફરો તરફથી ઓનલાઈન ટિકિટિંગની એપને વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન  રેલવે પ્રશાસને રેલવે મુસાફરોને વધુ એક સુવિધા આપી છે. રેલવે પ્રશાસને UTS મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરવા માટેના અંતરના નિયંત્રણો હળવા કર્યા છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગ માટે અંતર મર્યાદા વધારવામાં આવી છે. રેલવેની અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ સિસ્ટમ (UTS) મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરવા માટેની હાલની અંતર મર્યાદા ઉપનગરીય વિભાગ માટે વર્તમાન બે કિમીથી વધારીને પાંચ કિમી કરવામાં આવી છે. તેથી હવે સ્ટેશનથી મહત્તમ પાંચ કિમી દૂરથી પણ લોકલ ટિકિટ ખરીદી શકાશે. આ ઉપરાંત બિન-ઉપનગરીય ટિકિટ માટે, અંતર મર્યાદા પાંચ કિલોમીટરથી વધારીને 20 કિલોમીટર કરવામાં આવી છે. તેનાથી લોકલ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત થશે.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ : શું તમે પણ  તૈલી ત્વચા થી છુટકારો મેળવવા માંગો છો?? તો કરો આ ઉપાય, મળશે ઘણા ફાયદા 

ઘણા મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરવા માટે UTS મોબાઈલ એપ દ્વારા તેમની ટિકિટ બુક કરાવે છે. લોકો રેલવે ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારોમાં ઉભા રહેવાને બદલે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનું પસંદ કરે છે. આ માટે UTS મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આ એપ્લિકેશનમાં પણ કેટલીક મર્યાદાઓ હતી. જેના કારણે મોટાભાગે મુસાફરોને ટિકિટ બુક કરાવવામાં અડચણોનો સામનો કરવો પડતો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના બાદ તાજેતરમાં UTS એપ સંપૂર્ણ રીતે લોન્ચ કરવામાં આવી છે. કોરોના સમયગાળા દરમિયાન લોકલ સેવા બંધ હતી. તેની સાથે UTS એપ પણ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ રેલવેએ તબક્કાવાર આ એપ શરૂ કરી હતી. 

Bangladesh: ભારતને બાંગ્લાદેશનો મોટો પત્ર: પૂર્વ વડાપ્રધાન ‘શેખ હસીના’ને અમને સોંપો! કૂટનીતિમાં મોટો વળાંક
Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Exit mobile version