Mumbai Mega Block: મુંબઈ મધ્ય રેલવે પર રેલવે માર્ગ, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ વાયરનું મેઈન્ટેનન્સ કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી શનિવારે ( Saturday ) અને રવિવાર ( Sunday ) બ્લોક ( Block ) હાથ ધરવામાં આવશે. મધ્ય રેલવે ( Mumbai Central Railway ) પર મેઈન લાઈટ અને હાર્બર લાઈન પર શનિવારે નાઈટ બ્લોક અને રવિવારે દિવસે બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે આ બંને દિવસે પ્રવાસીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હાલાકિ ભોગવવાનો વારો આવશે. આ બ્લોકને કારણે લોકલ ટ્રેનો ખોરવાઈ જશે.
રેલવે એડમિનિસ્ટ્રેશન ( Railway Administration ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મધ્ય રેલવે દ્વારા આજે એટલે કે શનિવાર રાતથી મુખ્ય લાઇન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. 5મી નવેમ્બરને રવિવારે હાર્બર રોડ પર પણ મેગા બ્લોક યોજાશે. આ બ્લોક દરમિયાન કેટલીક ટ્રેનો બંધ રહેશે અને ઘણી લોકલ ટ્રિપ્સ રદ કરવામાં આવી છે.
હાર્બર લાઈન પર રવિવારથી બ્લોક રહેશે..
મધ્ય રેલવે પર માટુંગા-ભાયખળા અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર શનિવારે રાતે 12.35 કલાકથી વહેલી સવારે 4.35 કલાકે બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. દાદર ખાતે પ્લેટફોર્મ નંબર 3 પર એક્સપ્રેસ ટ્રેનને બે વખત ઊભી રાખવામાં આવશે. ડાઉન મેલ એક્સપ્રેટ માટુંગા અને ભાયખલા વચ્ચે ડાઉન સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ એક્સપ્રેસ ટ્રેન દાદરના પ્લેટફોર્મ નંબર વન પર બે વખત હોલ્ટ આપવામાં આવશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર રવિવારે કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11.10 કલાકથી સાંજે 4.10 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-પનવેલ-બેલાપુર અને બેલાપુર-સીએસએમટી લોકલ સર્વિસ રદ કરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-કુર્લા વચ્ચે લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. તેમ જ બ્લોકના સમયગાળા દરમિયન થાણે-વાશી, નેરુલ સ્ટેશન પર લોકલ ટ્રેનો ઉપલબ્ધ રહેશે.
આ સમાચાર પણ વાંચોઃ AFG vs NED: માત્ર સરહદ નહીં પણ ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાનને હંફાવી રહ્યું છે અફઘાનિસ્તાન, બસ બે મેચની રાહ જુઓ અને પછી…. વાંચો વિગતે અહીં..