News Continuous Bureau | Mumbai
મુંબઈના સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ( Mumbai sessions court ) એક મોટો ચુકાદો આપ્યો છે. શહેરના શાહુ નગર વિસ્તારમાં બસ સ્ટોપ પર એક વ્યક્તિ પાછળના ( landmark ) દરવાજા થી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તેને કંડકટર દ્વારા રોકવામાં આવ્યો ત્યારે તેણે કંડકટરને ( bus fight ) ધોઈ નાખ્યો. પરિણામ સ્વરૂપ કંડકટરને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ સંદર્ભે બેસ્ટ ( BEST bus ) પરિવહન નિગમ દ્વારા સ્થાનીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટ કેસ ( court ) ચાલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: શું તમને કોરોનાનો ચેપ લાગ્યો હતો? તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે
ચુકાદો શું છે ?
ગત સપ્તાહે આ કેસ સંદર્ભે ચુકાદો આવી ગયો છે અને કોર્ટે ( court ) આરોપીને છ મહિના માટે જેલની સજા ફટકારી છે તેમજ 20,000 રૂપિયા દંડ કર્યો છે. સેશન્સ કોર્ટના ( sessions court ) જજમેન્ટ ને ( judgement ) ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે કારણકે મુંબઈ શહેરમાં બેસ્ટ ના ડ્રાઇવર અને કંડકટર સાથે મારામારી કરવીએ સામાન્ય ઘટના છે. હવે આવું કરનાર તમામ લોકોને જેલની હવા ખાવી પડશે.