News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈ(North Mumbai)ના કાંદિવલી(Kandivali) વિસ્તારમાંથી ફાયરિંગ(Firing)ની ઘટના સામે આવી છે. અહીં બાઇક પર આવેલા 2 લોકોએ 4 રાઉન્ડ ફાયરિંગ(Round Firing) કર્યુ. જેમાં એક યુવકનું મોત, 3 યુવકો ઘાયલ થયા હતા. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં(hospitalised) સારવાર ચાલી રહી છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ ઉત્તર મુંબઈના કાંદિવલી પોલીસ સ્ટેશન(Kandivli Police Station) વિસ્તારમાં શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે બાઇક પર આવેલા બે બદમાશોએ રસ્તા પર ઊભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ફાયરિંગ બાદ તમામ બદમાશો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બાબતે મુંબઈ પોલીસના(Mumbai Police) ડીસીપી(DCP) ઠાકુરે જણાવ્યું કે બંને આરોપીઓએ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે.
આ સમાચાર પણ વાંચો : વીકએન્ડમાં મહાબળેશ્વર ફરવા જવાના છો-તો જાણી લો ઘાટને લઈને મહત્વની માહિતી
ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં(Bandra area) ફાયરિંગની એક ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.