News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત થાણે(Thane)માં છેલ્લા થોડા દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy Rain)ને કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં પાણીની સારી એવી આવક (water stock)થઈ છે. તેથી મુંબઈમાં મૂકવામાં આવેલા 10 ટકા પાણીકાપ(water cut)ને રદ કરવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકા (BMC)એડમિનિસ્ટ્રેશનએ કરી છે
જૂનની સરખામણીમાં જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી જળાશયો(water lake)માં સંતોષજનક વરસાદ પડ્યો છે. તેથી 10 ટકા પાણીકાપ આજથી જ પાછો ખેંચવામાં આવ્યો છે. 27 જૂનથી મુંબઈમાં 10 ટકા પાણીકાપ લાદવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત
મુંબઈને પાણી પૂરું પાડનારા અપર વૈતરણા,મોડક સાગર, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયોમાંથી મુંબઈને આખું વર્ષ પાણી પૂરું પાડવા માટે જળાશયોમં કુલ 14,47,263 મિલિયન લિટર જેટલું પાણી હોવું આવશ્યક છે. તેની સામે 27મી જૂને, જળાશોયમાં ફક્ત 1,31,770 મિલિયન લિટર એટલે કે 9.10 ટકા પાણી હતું. આજે જળાશયોમાં 3,75,514 મિલિયન લિટર, એટલે કે 25.94 ટકા પાણી ઉપલબ્ધ છે.
તળાવ વિસ્તારમાં સંતોષકારક વરસાદને કારણે, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશને પાણીના કાપને આખરે રદ કરવાની જાહેરાત કરી છે. તળાવ વિસ્તારમાં પૂરતા પાણીના જળાશયો હોવા છતાં, નાગરિકોએ કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.