Site icon

મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો- મુંબઈમાં પાણીની કટોકટી ગંભીર- આ સોમવારથી શહરેમાં આટલા ટકા પાણીકાપ

News Continuous Bureau | Mumbai 

વરસાદ(rain) લંબાઈ જતા આખરે જેનો ડર હતો તે સાચો પડ્યો. જળાશય(Lake)ના તળિયા દેખાવા માંડતા મુંબઈ(Mumbai)માં સોમવાર 27 જૂનથી અનિશ્ચિત કાળ માટે 10 ટકા પાણીકાપ(water cut) મૂકી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

હાલ મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં માત્ર ૯ ટકા પાણીનો સ્ટોક(Water stock) બચ્યો છે. પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જળાશયોના કેચમેન્ટ ઍરિયા(catchment area)માં છૂટોછવાયા વરસાદની જ હાજરી છે. જૂન મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં સરેરાશ લગભગ ૭૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે

મુંબઈને પાણી પુરવઠો કરનારા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાતેય જળાશયમાં હાલ ૧,૪૧,૩૮૭ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક બચ્યો છે, જે માંડ ૯.૭૭ ટકા છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૧૫.૫૭ ટકા જેટલો પાણીનો સ્ટોક હતો. 

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણી પુરવઠો કરવાનો હોય તો જળાશયોમાં પહેલી ઑક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે.   

જળાશયોની ઘટતી સપાટીને કારણે જયાં સુધી સારો વરસાદ પડીને જળાશયોમાં પાણીનો જથ્થો વધે નહીં ત્યાં સુધી મુંબઈમાં ૧૦ ટકા પાણી કાપ રહેશે. મુંબઈની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા થાણે, ભિવંડી મહાનગરપાલિકા અને અન્ય ગામને પણ જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે, ત્યાં પણ ૧૦ ટકા પાણી કાપ અમલમાં રહેશે એવું પાલિકા પ્રશાસને જાહેર કર્યું હતું.

જળાશય                         છલકાવાની સપાટી(મીટરમાં)            શુક્રવારની સપાટી (મીટરમાં)

અપર વૈતરણા                        ૬૦૩.૫૧                                             ૫૯૪.૭૯

મોડક સાગર                           ૧૬૩.૧૫                                             ૧૫૨.૦૫

તાનસા                                   ૧૨૮.૬૩                                             ૧૧૯.૬૦

મિડલ વૈતરણા                         ૨૮૫.૦૦                                            ૨૩૭.૭૪

ભાતસા                                   ૧૪૨.૦૭                                             ૧૦૯.૬૭

વિહાર                                        ૮૦.૧૨                                               ૭૪.૯૬

તુલસી                                      ૧૩૯.૧૭                                            ૧૩૩.૮૧

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version