News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) મુંબઈ શહેરને પુરથી ( floods ) બચાવવા માટે સાંકડો કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ પૈસાને કારણે મહાનગરપાલિકાની તિજોરી પર મોટો બોજ પડે છે તેમ જ આ પૈસા મુંબઈ વાસીઓના ટેક્સના ( Tax ) પૈસા હોય છે. મસમોટી જાહેરાતો કર્યા પછી કામનું ઉદ્ઘાટન થાય છે અને ઠેક ઠેકાણે ખાડા ખોદવામાં આવે છે. ચોમાસા ( Monsoon ) પહેલા, ચોમાસાની ઉપાય યોજના ના નામ પર આખા શહેરમાં ખોદકામ કરે છે. ત્યારબાદ ચોમાસુ આવતા રસ્તા પર ખાડા પડે છે. મુંબઈ મહાનગરપાલિકાની આવી સુપર ફ્લોપ અને ઘટિયા યોજનાઓની ભરમાર છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈવાસીઓ એક નંબરના ભૂલક્કડ : ત્રણ વર્ષમાં આટલા હજાર મોબાઇલ બસમાં ભૂલી ગયા.
હવે આવી જ એક નવી યોજના ઉત્તર મુંબઈ માટે આવી રહી છે જે અંતર્ગત મલાડ, કાંદિવલી અને બોરીવલી વિસ્તારમાં પૂરને રોકવા માટે 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જાહેર થયેલી માહિતી મુજબ બોરીવલીમાં ( Borivali ) લિંક રોડ અને ચંદાવરકર નાળા વચ્ચે કામકાજ કરવામાં આવશે. આ ઉપરાંત ગોરેગામમાં બાગુર નગર તેમજ બાંદ્રા ના પાલી ગામમાં આરસીસી બ્લોક બેસાડવામાં આવશે.
આ બધા કામ કર્યા પછી કયા વિસ્તારમાં પાણી નહીં ભરાય તેવી કોઈ બાહેધરી આપવામાં આવી નથી.