Site icon News Continuous Bureau | Mumbai

નવો આઈડિયા! 100 ટકા વેક્સિનેટેડ હાઉસિંગ સોસાયટીઓ માટે મુંબઈ મનપાએ લીધું આ પગલું, સોસાયટીઓને મળશે આ ઈનામ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

મુંબઈમાં 100 ટકા રસીકરણ પૂરું કરવા માટે મુંબઈ  મહાનગરપાલિકા એક નવો પ્રયોગ કરી રહી છે. જે હાઉસિંગ સોસાયટીઓના તમામ રહેવાસીઓએ વેક્સિન લઈ લીધી હશે તે સોસાયટીઓને સર્ટિફિકેટથી નવાજશે. પાલિકાએ આપેલા સર્ટિફિકેટને સોસાયટીઓના એન્ટરન્સ ગેટની બહાર આ લગાવી શકાશે. જેમાં એક ક્યુઆર કોડ પણ હશે. જે નજીકના વેક્સિનેશન સેન્ટરની માહીતી પૂરી પાડશે.

વાહ! આટલા વર્ષમાં બેસ્ટના કાફલાની 100 ટકા ઈલેક્ટ્રિક બસ હશેઃ આટલી બસ ડબલડેકર હશે; જાણો વિગત

મુંબઈના તમામ 24 વોર્ડમાં આવેલી હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓ જો 100 ટકા વેક્સિનેટેડ હશે. તેવી સોસાયટીઓને આ સર્ટિફિકેટ આપવામાં આવવાના છે. નાગરિકોને વેક્સિન માટે પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. પાલિકાની આ ઝુંબેશનું નામ માય સોસાયટી માય રિસ્પોન્સિબિલિટીછે. આ અભિયાનને પગલે જે હાઉસિંગ સોસાયટીમાં લોકોએ વેક્સિન લીધા નથી, તેને ઓળખી કાઢવામાં પાલિકાને સરળતા રહેશે અને તે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે આવો દાવો સુરેશ કાકાણીએ કર્યો હતો. હાલ તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વોર્ડની  સોસાયટીઓને શોધી કાઢવાનું કહેવામાં આવ્યું છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version