News Continuous Bureau | Mumbai
Mumbai Airport drug: છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર કસ્ટમ્સ અધિકારીઓએ મંગળવારે કુઆલા લમ્પુરથી આવેલા એક મુસાફરને રોક્યો હતો અને તેની પાસેથી ₹12 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મુસાફર મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH194 દ્વારા મુંબઈ પહોંચ્યો હતો. સામાનની તપાસ દરમિયાન, અધિકારીઓએ એક ટ્રોલી બેગમાંથી 12.26 કિલોગ્રામ શંકાસ્પદ હાઈડ્રોપોનિક વીડ (મારિજુઆના) મળી આવ્યું હતું. ગેરકાયદેસર બજારમાં આ પ્રતિબંધિત માદક પદાર્થની અંદાજિત કિંમત ₹12.26 કરોડ છે.
આ સમાચાર પણ વાંચો : BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
આરોપી મુસાફરની તરત જ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.