ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
મુંબઈના પવઈ એન્કર બ્લોક ખાતે તાનસા થી આવતી 902 લીટરની પાણીની લાઇનના રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.આ કામ 23 માર્ચના રોજ કરવામાં આવશે જેથી પવઈ વિસ્તારમાં ૧૨ કલાક સુધી પાણી નહીં આવે. આ ઉપરાંત અંધેરી પૂર્વ, બાંદરા પૂર્વ તેમજ ધારાવીમાં ઓછા દબાણ સાથે પાણી આવશે.
આ ઉપરાંત એલ વોર્ડમાં જય ભીમ નગર, બેસ્ટ નગર, આરે કોલોની અને તેની આસપાસના વિસ્તાર પવઈ ફિલ્ટર પાડા. અંધેરી પૂર્વ, ચકાલા, એરપોર્ટ રોડ, જેબી નગર, મરોલ, સહાર વિસ્તાર, સિપ્ઝ, જેવા અનેક વિસ્તારમાં પાણી ઓછા દબાણ સાથે આવશે.
મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને સંભાળીને પાણી વાપરવા ની અપીલ કરી છે
