કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી 21માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી કુલ 128 દર્દીનાં મોત થયાં છે.
મુંબઇ મહાનગર પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યાનુસાર મોટાભાગના દર્દીઓ બહાર ગામના હતા.
હાલ મુંબઇમાં મ્યુકોરના 384 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંના 274 બહારગામના છે. બાકીના 110 મુંબઇગરાના છે.
જોકે, કોવિડનો ઉપદ્રવ ઓછો થતો હોવા સાથે પાલિકાની હોસ્પિટલોમાં રોજ દાખલ થતા મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.
