News Continuous Bureau | Mumbai
મુંબઈમાં વાહનોની ઓછી અવરજવર ધરાવતા રસ્તાઓ સવાર-સાંજ ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રહેશે. સવાર-સાંજના ત્રણ-ત્રણ કલાકના સમયમાં રસ્તાઓ પર યોગા, સાયકલિંગ, વોકિંગ અને રમતગમત જેવી પ્રવૃતિઓ કરી શકાશે એવી જાહેરાત મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કરી છે.
મુંબઈ પોલીસ કમિશનરનું પદ સંભાળવાની સાથે જ સંજય પાંડેએ મુંબઈગરાની સામનો કરવી પડતી સામાન્ય સમસ્યાથી લઈને અનેક પ્રકારની અડચણો દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેમાં હવે સિનિયર સિટિઝન અને બાળકો પોતાની મનગમતી પ્રવૃતિઓ કરી શકે તે માટે મુંબઈમાં વાહનોની ઓછી અવરજવર ધરાવતા રસ્તાઓ સવારના છથી નવ અને રાતના 7થી 10 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે તે અગાઉ પ્રાયોગિક ધોરણે 13 રસ્તા શોધી કાઢવામાં આવ્યા છે. રવિવાર 27 માર્ચ રવિવારના આ રસ્તાઓ સવારના 8થી 11 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.
જે 13 વિસ્તારમાં રસ્તાઓ ટ્રાફિક માટે સવાર-સાંજ બંધ રાખવામાં આવવાના છે, તેમાં મરીન ડ્રાઈવ, બેન્ડ સ્ટેન્ડ, ઓશિવરા, મુલુંડ, ઘાટકોપર, ગોરેગામ, મલબાર હિલ, બીકેસી, લોખડવાલા રોડ બોરીવલી(વેસ્ટ) એરિયાનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, પુણે, થાણે સહિત 23 સ્થળોએ પાડ્યા દરોડા, 224 કરોડની બેનામી સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે
આ પ્રયોગને જો સફળતા મળી તો બહુ જલદી મુંબઈમાં આ પ્રયોગને અમલમાં મુકવામાં આવશે એવું કમિશનરે કહ્યું હતું. એ સાથે જ મુંબઈમાં બાઈક સવારો માટે ડેડીકેટેડ લેન બનાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.