Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! મુંબઈના 13 વિસ્તારના આ રસ્તાઓ સવાર-સાંજ ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ, મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વાહનોની ઓછી અવરજવર ધરાવતા રસ્તાઓ સવાર-સાંજ ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રહેશે. સવાર-સાંજના ત્રણ-ત્રણ કલાકના સમયમાં રસ્તાઓ પર યોગા, સાયકલિંગ, વોકિંગ અને રમતગમત જેવી પ્રવૃતિઓ કરી શકાશે એવી જાહેરાત મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કરી છે.

Join Our WhatsApp Channel

મુંબઈ પોલીસ કમિશનરનું પદ સંભાળવાની સાથે જ સંજય પાંડેએ મુંબઈગરાની સામનો કરવી પડતી સામાન્ય સમસ્યાથી લઈને અનેક પ્રકારની અડચણો દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેમાં હવે સિનિયર સિટિઝન અને બાળકો પોતાની મનગમતી પ્રવૃતિઓ કરી શકે તે માટે મુંબઈમાં વાહનોની ઓછી અવરજવર ધરાવતા રસ્તાઓ સવારના છથી નવ અને રાતના 7થી 10 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે તે અગાઉ પ્રાયોગિક ધોરણે 13 રસ્તા શોધી કાઢવામાં આવ્યા છે. રવિવાર 27 માર્ચ રવિવારના આ રસ્તાઓ સવારના 8થી 11 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.  
 જે 13 વિસ્તારમાં રસ્તાઓ ટ્રાફિક માટે સવાર-સાંજ બંધ રાખવામાં આવવાના છે, તેમાં મરીન ડ્રાઈવ, બેન્ડ સ્ટેન્ડ, ઓશિવરા, મુલુંડ, ઘાટકોપર, ગોરેગામ, મલબાર હિલ, બીકેસી, લોખડવાલા રોડ બોરીવલી(વેસ્ટ) એરિયાનો સમાવેશ થાય છે.

 આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, પુણે, થાણે સહિત 23 સ્થળોએ પાડ્યા દરોડા, 224 કરોડની બેનામી સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

આ પ્રયોગને જો સફળતા મળી તો બહુ જલદી મુંબઈમાં આ પ્રયોગને અમલમાં મુકવામાં આવશે એવું કમિશનરે કહ્યું હતું. એ સાથે જ મુંબઈમાં બાઈક સવારો માટે ડેડીકેટેડ લેન બનાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version