Site icon

શોકિંગ- વિરારમાં રસ્તે ચાલતી 15 વર્ષની વિદ્યાર્થીનીનું વીજળીનો કરંટ લાગવાથી થયું મોત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પાલઘર જિલ્લાના(Palghar district) વિરાર શહેરમાં(Virar) મંગળવારે સાંજે રસ્તા પરથી ચાલતી વખતે એક 15 વર્ષની છોકરીનું વીજળી કરંટ(electric current) લાગવાથી મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હતી.

Join Our WhatsApp Community

વિરાર(વેસ્ટ)ના બોળિંજમાં કૃષ્ણા મથુરા નગરમાં રહેતી  તનિષ્કા કાંબળે મંગળવારે સાંજે કલાસિસમાં ગઈ હતી. ત્યાંથી ઘરે પાછી ફરી રહી હતી. ભારે વરસાદને(Heavy rainfall) કારણે બોળિંજ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા(Waterlogged roads) પરથી તે પસાર થઈ રહી હતી. અચાનક, તે નીચે પડી ગઈ અને જ્યારે તેની મદદ કરવા માટે નજીકના લોકો ગયા, ત્યારે તેમને ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો(Electric shock) અને તેઓ દૂર ફેંકાઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નાગરિકોને નવું ફરમાન- આજે સવારે 11 વાગ્યે સામૂહિક રાષ્ટ્રગીતમાં ભાગ લો- સાથે વિધાર્થીઓને અપાઈ આ સૂચના

પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમાં તનિષ્કાની સોસાયટીના રસ્તામાં પણ પાણી ભરાયા હતા. રસ્તાની નીચે રહેલા રાજ્ય સંચાલિત વીજ કંપની MSEDCLનું કેબલ તૂટી ગયું હતું. તેને કારણે પાણીમાં આ તૂટેલા કેબલને કારણે વીજળીનો પ્રવાહ પ્રવાહિત(electricity flow) થઈ રહ્યો હતો, એ સમયે આ જ પાણીમાંથી પસાર થતા સમયે તેને કરન્ટ લાગ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું.

તનિષ્કાને  નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

 

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ
Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Exit mobile version