News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીના(Corona epidemic) બે વર્ષ બાદ આ વખતે પ્રતિબંધ મુક્ત(restriction free) વાતાવરણમાં ગણેશોત્સવની ઉજવણીની(Ganeshotsav celebration) જોરશોરથી તૈયારી ચાલી રહી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૨૬૦૦ સાર્વજનિક મંડળોએ ઉત્સવની ઉજવણી માટે મહાપાલિકાની(Municipality) પરવાનગી માગી છે, જેમાંથી ૧૫૦૦ મંડળને મંજૂરી અપાઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) પાસેથી મંજૂરી મેળવવા માટેનો આજે છેલ્લો દિવસ છે.
બે વર્ષ કોરોના મહામારી દરમિયાન અનેક ગણેશકમંડળોએ(Ganesh Mandals) ગણેશોત્સવની(Ganeshotsav) ઉજવણી કરી નહોતી. તો અમુક મંડળોએ સાદાઈપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી હતી. મુંબઈમાં નાના-મોટા મળીને લગભગ 12,000 ગણેશમંડળો છે. તેમાંથી આ વર્ષે પાલિકાએ ચારથી પાંચ હજાર મંડળોને પરવાનગી આપવાની તૈયારી રાખી હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : મ્હાડાનો ધમાકો- દીવાળીમાં મુંબઈમાં કાઢશે આટલા ઘરોની લોટરી
સોમવાર સુધી જોકે પાલિકા પાસે માત્ર ૨૬૦૦ અરજીઓ મંજૂરી મેળવવા માટે આવી હતી, તેમાંથી ૧૫૦૦ મડળોને મંજૂરી અપાઈ છે, ૩૧૬ મંડળોની અરજી નામંજૂર કરવામાં આવી છે અને બાકીના મંડળોને અરજી પર વિચાર થઈ રહ્યો છે એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. મંડળોની અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે પાલિકાએ સિંગલ વિન્ડો સિસ્ટમ(Single window system) શરૂ કરી છે. જેથી કરીને મંડળોએ ફાયરબ્રિગેડ(fire brigade), મુંબઈ ટ્રાફિક પોલીસ(Mumbai Traffic Police), પાલિકા વગેરેની મંજૂરીઓ એક જ જગ્યાએથી મળી શકે.