હાલ નૈઋત્યનું ચોમાસુ કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં તીવ્ર બન્યું છે.
જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી આવતા ૨૪ કલાક દરમિયાન અને 19 જુલાઇએ મુંબઇ,થાણે અને પાલઘરમાં ભારે વર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે
ઉત્તર કોંકણના રાયગઢ જિલ્લામાં અને દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ તથા સિંધુદુર્ગ જિલ્લામાં 16થી 19 જુલાઇ દરમિયાન ભારેથી અતિ ભારે વર્ષા થવાની સંભાવના સાથે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યું છે.
જોકે આ દિવસોમાં મરાઠવાડા અને વિદર્ભનાં અમુક સ્થળોએ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.