ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
વેક્સિનેશન સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. 18 વર્ષથી ઉપરના ઓને એકેય જગ્યાએ વેક્સિન મળવાની નથી જે જગ્યાએ અત્યારે વેક્સિન આપવામાં આવી રહી છે.
આના સ્થાન ઉપર મુંબઈ શહેરમાં 227 નવા વેક્સિન સેન્ટર ખોલવામાં આવશે. આ નવા વેક્સિન સેન્ટરમાં 18થી ઉપરના અને ૪૫ વર્ષથી નીચેના લોકોને વેક્સિન આપવામાં આવશે.
અત્યારે 73 પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી રહી છે. આ પ્રાઇવેટ સેન્ટરોની સંખ્યા વધારીને ૧૦૦ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે અત્યારે જે 63 સેન્ટર ઉપર વેક્સિનેશન આપવામાં આવે છે તે જગ્યાએ માત્ર ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવશે.