Site icon News Continuous Bureau | Mumbai

Online Rating Task Fraud Mumbai: ઓનલાઇન ઠગાઈનો કરૂણ અંજામ: ૧૭ વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ૧૧ મહિને આરોપી ઝડપાયો, અંધેરી રેલ્વે પોલીસની મોટી સફળતા

રેટિંગ ટાસ્ક અને પાર્ટ-ટાઈમ જોબના નામે છેતરપિંડી: ₹49,000 ગુમાવ્યા બાદ કિશોરે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું, તૂટેલા મોબાઈલના ડેટાએ ઠગ સુધી પહોંચવામાં મદદ કરી.

Online Rating Task Fraud Mumbai ઓનલાઇન ઠગાઈનો કરૂણ અંજામ ૧૭ વર્ષીય વિદ્યાર્થીની

Online Rating Task Fraud Mumbai ઓનલાઇન ઠગાઈનો કરૂણ અંજામ ૧૭ વર્ષીય વિદ્યાર્થીની

News Continuous Bureau | Mumbai
Online Rating Task Fraud Mumbai મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય વિદ્યાર્થીના આત્મહત્યાના કેસમાં અંધેરી રેલ્વે પોલીસે ૧૧ મહિનાની સખત તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે. ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા આ કિશોરે ઓનલાઇન રેટિંગ ટાસ્ક અને પાર્ટ-ટાઈમ જોબના નામે થયેલી ઠગાઈથી કંટાળીને ગત વર્ષે જોગેશ્વરી રેલ્વે સ્ટેશન પર આત્મહત્યા કરી હતી. આ કેસમાં ૩૩ વર્ષીય આરોપીની મધ્યપ્રદેશની જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે.શરૂઆતમાં આ કેસમાં કોઈ પુરાવા નહોતા, પરંતુ સાયબર ઠગાઈના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો.

લાલચ, કમિશન અને ₹49,000 ની ઠગાઈ

ઘટનાની વિગતો મુજબ, કિશોરને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા ઘરે બેઠા પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઠગોએ થોડું કમિશન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ વધુ ટાસ્ક પૂરા કરવાના બહાને કિશોર પાસેથી કુલ ₹49,000 પડાવી લીધા હતા. પૈસા પરત ન મળતા અને માનસિક તણાવ વધતા કિશોરે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sanjay Gandhi National Park: મુંબઈગરાં માટે ખુશખબર: સંજય ગાંધી નેશનલ પાર્કમાં ‘વન રાણી’ ફરી દોડશે, હવે વિસ્ટાડોમ કોચમાં માણી શકાશે જંગલની સફર

તૂટેલા મોબાઈલમાંથી મળ્યા મહત્વના પુરાવા

અકસ્માત વખતે કિશોરનો મોબાઈલ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. અંધેરી રેલ્વે પોલીસે આ ફોનને રિપેર કરાવીને તેનો ડેટા રિકવર કર્યો, જેમાં ટેલિગ્રામ ચેટ અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે જે બેંક ખાતામાં પૈસા ગયા હતા તે રાજસ્થાનના એક શખ્સનું હતું, જે અગાઉથી જ કાર ચોરીના ગુનામાં મધ્યપ્રદેશની જેલમાં બંધ હતો. પોલીસે ટ્રાન્સફર વોરંટ દ્વારા તેની કસ્ટડી મેળવી છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version