અરે વાહ શું વાત છે. એક સપ્તાહમાં આટલા લાખ લોકોએ નવી મેટ્રોમાં સફર કરી. આંકડો ઉત્સાહજનક છે. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ગુડી પડવા(Gudi Padwa)ના 2 એપ્રિલ, 2022ના દિવસે ચાલુ થયેલી મુંબઈ મેટ્રો 2-એ અને 7(Mumbai Metro 2A and 7) ટૂંક સમયમાં જ લોકોની માનીતી બની છે. એક અઠવાડિયામાં જ બે લાખથી વધુ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હોવાનું મેટ્રો અધિકારીએ જાહેર કર્યું હતું.

મુંબઈ મેટ્રો 2એ અને 7ને બે એપ્રિલથી આંશિક રીતે ચાલુ કરવામાં આવી છે. પહેલા તબક્કામાં 2એ અને મેટ્રો 7 20 કિલોમીટરનો પ્રવાસ ખેડે છે, જેમાં મેટ્રો 2એ દહાણુકરવાડી(Dahanukarwadi) અને અપર દહિસર(Upper Dahisar) વચ્ચે મેટ્રો દોડે છે. તો લાઈન 7 તે દહિસર(પૂર્વ) અને આરે(Aarey) વચ્ચે દોડે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની ઈમારતોમાં રહેનારને પાણી મળે કે નહીં તે વાત બાજુ પર મુકો પણ ગેરકાયદેસર ઘરો ધરાવનારોને 1 તારીખથી પાણી જરૂર મળશે. જાણો અજબ બીએમસીનો ગજબ નિર્ણય. જાણો વિગતે

મુંબઈ મેટ્રોના અધિકારીએ રવિવારે 10 એપ્રિલના જાહેર કરેલા આંકડા મુજબ બંને નવી મેટ્રો લાઈનમાં (Metro Line) અઠવાડિયાની અંદર જ બે લાખથી વધુ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. 

હકીકતમાં આ બંને મેટ્રો લાઈન રેલવે સાથે સીધી રીતે કનેક્ટેડ નથી. એટલે વર્સોવા-ઘાટકોપર(versova-Ghatkopar) વચ્ચે દોડતી મેટ્રો વન પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા હજી વધી નથી. પરંતુ ભવિષ્યમાં તે વર્સોવા-ઘાટકોપર વચ્ચે દોડતી મેટ્રો વન અને બાકીના મેટ્રો ફેસ સાથે જોડાઈ જશે તો આ મેટ્રો 2-એ અને મેટ્રો સાત આ બંને મેટ્રો રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં હજી વધારો થશે એવું અનુમાન છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More