News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 12479/12480 અને ટ્રેન નંબર 19091/19092ને છ મહિનાના સમયગાળા માટે પ્રાયોગિક ધોરણે વાપી સ્ટેશન(Vapi Station) પર વધારાનું સ્ટોપેજ (stoppage) આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ(Press release) મુજબ, ટ્રેનોની વિગતો(Train Details) નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 12480/12479 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસને(Bandra Terminus-Jodhpur Suryanagari Express) 25મી જુલાઈ, 2022થી બાંદ્રા ટર્મિનસથી ઉપડતી વખતે અને 24મી જુલાઈ, 2022ના જોધપુરથી ઉપડતી ટ્રેનો માટે વાપી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
તદનુસાર, ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ 15.22 કલાકે વાપી પહોંચશે અને 15.24 કલાકે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ 08.44 કલાકે વાપી પહોંચશે અને 08.46 કલાકે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : રેલવે સ્ટેશન પર સ્ટંટબાજી કરવી પડી ભારી- કાંદિવલીમાં એક યુવક લોકલ ટ્રેનની અડફેટે આવ્યો- ક્ષણભરમાં ગુમાવ્યો જીવ- જુઓ હૃદયદ્રાવક વિડીયો
ટ્રેન નંબર 19091/19092 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર હમસફર એક્સપ્રેસને(Bandra Terminus-Gorakhpur to Humsafar Express) 25મી જુલાઈ, 2022થી બાંદ્રા ટર્મિનસથી અને 26મી જુલાઈ, 2022થી ગોરખપુરથી ઉપડતી ટ્રેનો માટે વાપી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
તદનુસાર, ટ્રેન નંબર 19091 બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર હમસફર એક્સપ્રેસ 07.12 કલાકે વાપી પહોંચશે અને 07.14 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19092 ગોરખપુર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 05.59 કલાકે વાપી પહોંચશે અને 06.01 કલાકે ઉપડશે.
વાપી સ્ટેશન પર બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર હમસફર એક્સપ્રેસના સ્ટોપેજના પરિણામે 12922 ફ્લાઈંગ રાનીનો સુરત(Surat) અને ઉધનાનો તથા ટ્રેન નંબર 19002નો અમલસાડ ખાતેનો 25મી જુલાઈ, 2022 થી ટાઈમ રીવાઈઝ્ડ(Revised Time) કરવામાં આવ્યો છે ટ્રેન નંબર 12922 સુરતથી 05.10 કલાકે ઉપડશે અને ઉધના સ્ટેશને 05.20/05.21 કલાકે પહોંચશે/પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 19002 અમલસાડ 05.21/05.22 કલાકે પહોંચશે/પ્રસ્થાન કરશે.
ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.