News Continuous Bureau | Mumbai
મુંબઈના અંધેરી પશ્ચિમમાં(Andheri West) વીરા દેસાઈ રોડ(Veera Desai Road) પર બે વાંદરાઓએ આતંક મચાવી દીધો હતો. બે જુદી જુદી શાળામાં ધુસીને 15 જેટલા લોકોને બચકા ભર્યા હોવાનો વિચિત્ર બનાવ બન્યો હતો.
મળેલ માહિતી મુજબ લગભગ મહિના સુધી બે વાંદરાઓ(Monkeys) અંધેરીની જુદી જુદી સ્કૂલ બાળકો સહિત કુલ 15 લોકોને કરડ્યા હતા. આ બનાવમાં સ્કૂલના બે બાળકો(school children) અને એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાને ખાનગી હોસ્પિટલમાં(private hospital) દાખલ કરવી પડી હતી. અને સારવાર લેવી પડી. લગભગ ત્રણ અઠવાડિયાની ભારે મહેનત બાદ વન વિભાગ અને વન્યજીવ સંસ્થા વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન(Wildlife organization Wildlife Welfare Association) (ડબ્લ્યુડબ્લ્યુએ)એ ગયા અઠવાડિયે વાંદરાઓને પકડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે
પ્રાણી પ્રેમી સંગઠન(Animal Lovers Association) WWAને 20 જુલાઈથી અંધેરીના વીરા દેસાઈ વિસ્તારમાં આવેલી MVM સ્કૂલ અને સેન્ટ કેથરિન સ્કૂલના(St. Catherine's School) સંકુલમાં બે વાંદરાઓ ફરતા હોવાની ફરિયાદ મળી હતી. બંને શાળાઓ સો મીટરના અંતરે હોવાથી વાંદરાઓ એક શાળામાંથી બીજી શાળામાં આવતા-જતા હતા. શાળામાં રજાના સમયે, બાળકોને શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પર પજવણી, પીછો અને મારપીટ જેવી જુદી જુદી રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. વાંદરાઓએ તેમના ઘરો માટે અંધેરી વેસ્ટમાં નિર્માણાધીન નવી ઇમારતોને પસંદ કરી. આ સંસ્થાએ વાંદરાઓને પાંજરામાં પકડવાનો પ્રયાસ કર્યો. ખાદ્ય પદાર્થોને(food items) પણ પાંજરામાં મૂકયા હતા. છતાં બંને વાંદરાઓ પાંજરામાં આવતા ન હતા.
વાંદરાઓએ અંધેરી પશ્ચિમથી પૂર્વમાં તોલાણી કોલેજ સુધી પહોંચી ગયા હતા. તોલાણી કોલેજ વિસ્તારમાં(Tolani College area) આ બે વાંદરાઓ શાળાના બાળકોને હેરાન કરીને થોડા દિવસો પછી વાંદરાઓ ફરીથી અંધેરી પશ્ચિમમાં પાછા ફર્યા. વાંદરાઓ શાળા પરિસરમાં આવીને મુશ્કેલી ઉભી કરવાના ડરથી બાળકો શાળાએ જવાનું ટાળવા લાગ્યા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની એર કંડિશન લોકલમાં ભીડ વધી પણ આની માટે ટીસી જવાબદાર છે
આખરે, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમે(Sanjay Gandhi National Park Wildlife Rescue Team) વાંદરાઓને બેભાન કરીને પકડવાનું નક્કી કર્યું. જ્યારે બંને વાંદરાઓ પંદર ફૂટ ઊંચા ઝાડ પર બેઠા હતા, ત્યારે વન અધિકારીઓએ(Forest officials) તેમને એનેસ્થેટિક ઇન્જેક્શન(Anesthetic injection) આપ્યું હતું. જમીન પરથી પડી જવાથી વાંદરાઓ ગંભીર રીતે ઘાયલ થવાની ભીતિ હતી. આ માટે જમીનથી ચાર ફૂટના અંતરે જાળ પાથરી હતી. બેભાન થઈને પડેલા બંને વાંદરાઓને છેવટે તેમના કુદરતી રહેઠાણમાં છોડી દેવામાં આવ્યા હતા.