ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
APMC પોલીસે એક 21 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી અને નવી મુંબઈ, થાણે વિસ્તારમાં નોંધાયેલા ઓછામાં ઓછાં સાત વાહનોની ચોરીના કેસ સોલ્વ કર્યા હોવાનો દાવો કર્યો છે. પોલીસે આ શખ્સ પાસેથી આઠ લાખની કિંમતનાં આઠ ચોરાયેલાં વાહનો પણ જપ્ત કર્યાં છે. આરોપીની ઓળખ સંતોષ લિંબાજી ડોંગરે (21) તરીકે થઈ છે. પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું કે ડોંગરે બેરોજગાર હતો અને તે લાંબા સમયથી વાહનચોરીમાં સંડોવાયેલો હતો.
છેલ્લા બે મહિનાથી APMC વિસ્તારમાં વાહનચોરીના કેસોમાં વધારો થયો હતો. ચોરીના વધતા જતા કેસને રોકવા માટેનવી મુંબઈ પોલીસના ઝોન વનએ એક ટીમ બનાવી ડોંગરેને પકડ્યો હતો. પૂછપરછ બાદ પોલીસને ખબર પડી કે ડોંગરે અનેક વાહનચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. આ આરોપી પકડાતાંAPMC, રબાલે, તુર્ભે MIDC, NRI અને ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બીજા આઠ કેસનું પણ નિરાકરણ આવ્યું છે.
કોરોનાનો કહેરઃ કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનું સસ્પેન્શન આ તારીખ સુધી લંબાવ્યું. જાણો વિગતે
આ દરમિયાન પોલીસે તેની પાસેથી 8.12 લાખની કિંમતની બે કાર, એક ઑટોરિક્ષા અને પાંચ બાઇક પણજપ્ત કર્યાં છે. ડોંગરેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 29 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.