News Continuous Bureau | Mumbai
Kalachowki Police મુંબઈની કાળાચોકી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે છેલ્લા ૨૫ વર્ષથી ફરાર ચાલી રહેલા એક આરોપીને મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
કાળાચોકી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુ.ર.નં. ૧૬/૧૯૯૨ હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૩૨૫ (ગંભીર ઈજા પહોંચાડવી), ૫૦૪ (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન) અને ૧૧૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદથી જ આરોપી સતત ફરાર હતો. આ કેસમાં મઝગાંવની ૧૫મી કોર્ટે આરોપી વિરુદ્ધ કાયમી ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું.
ઝોન ૪ હેઠળ ચાલી રહેલી ફરાર આરોપીઓની વિશેષ શોધ અભિયાન દરમિયાન, પોલીસને વિશ્વસનીય માહિતી મળી કે આરોપી સતારા જિલ્લા માં એક ભાડાના મકાનમાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
આ માહિતીના આધારે, કાળાચોકી પોલીસની એક ટીમને સતારા રવાના કરવામાં આવી હતી. ટીમે ચોક્કસ માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યો અને તેની ધરપકડ કરી. કાયદાકીય પ્રક્રિયા મુજબ, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
