ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 ડિસેમ્બર 2020
નવા વર્ષમાં એટલે કે 2021 ની શરૂઆતમાં નવી મુંબઈમાં સિડકો દ્વારા 60,000 જેટલાં ઘરોની લોટરી નીકળવાની માહિતી હતી. હવે મુંબઈ મહાનગર પાલિકાના વિસ્તારમાં પણ મ્હાડા દ્વારા ગોરેગાવ ખાતે 2500 ઘરોની લોટરી કાઢવામાં આવશે.
ગયા અઠવાડિયે હાઉસિંગ મંત્રી જિતેન્દ્ર અવહાડે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં મુંબઈમાં મ્હાડાની લોટરી શરૂ થશે. તેનાથી મુંબઇમાં ઘર ખરીદવા માંગતા ઘણા લોકોની આશા પુરી થઈ છે જેઓ સસ્તા ઘર માટે મ્હાડાની લોટરીની રાહ જોતા હતા. લોટરીમાં મૂકી શકાય તેવા ઘરોને ઓળખવા માટે મ્હાડાના મુંબઈ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ મીટિંગના રાઉન્ડ પણ યોજ્યા હતા.
મ્હાડાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરેગાંવની પહાડી પર ઘણા મકાનોનું બાંધકામ ચાલે છે. ગોરેગાંવના પહાડી વિસ્તારમાં લગભગ 2500 મકાનોને લોટરીમાં મૂકી શકાય છે. એવી સંભાવના છે. એકવાર મ્હાડાના અધિકારીઓ દ્વારા ઍલોટ કરી શકાય એવા ઘરોને ઓળખી કાઢવામાં આવશે પછી તેઓ લોટરીને અંતિમ સ્વરૂપ આપશે અને તારીખો જાહેર કરશે.
ગયા અઠવાડિયે મ્હાડાના પુના બોર્ડે 5,647 ઘરો માટે લોટરી જાહેર કરી હતી. જેની 23 જાન્યુઆરીએ લોટરી યોજાશે.