26/11 Mumbai Attack: કસાબ સામે કોર્ટમાં જુબાની આપનાર આ યુવતીની પારાવાર મુશ્કેલીઓ, એક દુઃખદ દાસ્તાન..જાણો વિગતે અહીં..

26/11 Mumbai Attack: વર્ષ 2008 નવેમ્બરનો 26મો દિવસ. મુંબઈનું શિવાજી ટર્મિનસ સ્ટેશન. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા આતંકવાદીઓ લોકો પર તબાહી મચાવી રહ્યા હતા. આતંકવાદીઓએ સ્ટેશન પર લગભગ 50 લોકોની હત્યા કરી હતી અને 100 લોકો ઘાયલ થયા હતા…

by Bipin Mewada
2611 Mumbai Attack A sad story of this girl who testified in the court against Kasab.. Read more here..

News Continuous Bureau | Mumbai

26/11 Mumbai Attack: વર્ષ 2008 નવેમ્બરનો 26મો દિવસ. મુંબઈ ( Mumbai ) નું શિવાજી ટર્મિનસ સ્ટેશન ( CSMT ). પાકિસ્તાન ( Pakistan ) થી દરિયાઈ માર્ગે આવેલા આતંકવાદી ( Terrorist ) ઓ લોકો પર તબાહી મચાવી રહ્યા હતા. આતંકવાદીઓએ સ્ટેશન પર લગભગ 50 લોકોની હત્યા કરી હતી અને 100 લોકો ઘાયલ થયા હતા.

જ્યારે આ હુમલાઓ બંધ થયા અને હુમલાના કમાન્ડર આતંકવાદી અજમલ કસાબ ( Ajmal Kasab ) સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે એક નવ વર્ષની બાળકીએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું. તે યુવતીનું નામ દેવિકા રોટાવન ( Devika Rotawan ) છે અને તે હુમલા સમયે શિવાજી ટર્મિનસમાં હાજર હતી. તે સમયે તે 9 વર્ષની હતી અને થોડા મહિનામાં તેનો દસમો જન્મદિવસ ઉજવવાની હતી. પરંતુ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર હુમલામાં તેને એક પગમાં ગોળી વાગી હતી.

સરકારે તેને ઘર આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે હજુ રાહ જોઈ રહી છે…

કોર્ટમાં કસાબને ઓળખનારી દેવિકા સૌથી નાની વયની સાક્ષી હતી. તે સમયે તેના એક ફોટોગ્રાફને મીડિયામાં ઘણું કવરેજ મળ્યું હતું જેમાં તે ક્રૉચની મદદથી કોર્ટમાં પહોંચતી જોવા મળી હતી. પરંતુ દેવિકાનું જીવન હવે જટિલ બની ગયું છે.

બીબીસીના રિપોર્ટ અનુસાર, દેવિકા હવે પહેલા જેટલી શરમાળ નથી રહી, હવે તેને લોકો સાથે વાત કરવાની અને તેમને જવાબ આપવાની આદત પડી ગઈ છે. તે હવે 24 વર્ષની થઈ ગઈ છે. લોકો તેને ઓળખે છે અને ઘણા લોકો તેને દરરોજ મળવા આવે છે.

આ સમાચાર પણ વાંચોઃ King Charles: બ્રિટનનો રાજા કે પછી મૃત્યુ પામેલાઓનું લઈ લેનાર ચાંડાળ? પ્રિન્સ ચાર્લસ પર લાગ્યો ગંભીર આરોપ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

દેવિકાના પરિવારને છેલ્લા આઠ વર્ષમાં સરકાર તરફથી 13 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે. પરંતુ હજુ પણ દેવિકાની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. તેણી નોકરી શોધી રહી છે. તેના પિતાને પણ ક્યાંય નોકરી મળતી નથી. સરકારે તેને ઘર આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે હજુ રાહ જોઈ રહી છે.

મારા માટે સિવિલ સર્વિસ પરીક્ષામાં ( Civil Services Examination ) સિવાય હવે કોઈ જગ્યા બચી નથી….

પહેલા દેવિકા એક ચાલમાં રહેતી હતી પરંતુ ત્યારબાદ તેને પુનર્વસનના ભાગરૂપે એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ આપવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે પણ તેણે 19 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે. દેવિકા પોલીસ ઓફિસર બનવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ તે છેલ્લા ઘણા મહિનાઓથી નોકરીની શોધમાં હતી અને દરેક વખતે નિરાશ થઈ જાય છે. દેવિકાએ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું કે તે આઈપીએસ ઓફિસર બનીને આતંકવાદનો અંત લાવશે. તે કહે છે, “અત્યારે હું કોઈ પણ નોકરી શોધી રહી છું, પરંતુ હું મારું સપનું પૂરું કરવાનો પૂરો પ્રયાસ કરીશ.”

દેવિકા કહે છે, “હું એવા લોકો વિશે જાણું છું જેઓ કહે છે કે ‘મોટી વાત કરવાથી કોઈ મહાન બનતું નથી’ પરંતુ આવા લોકોને મારા સંઘર્ષ વિશે ખબર નથી, આટલા વર્ષો સુધી હું તંગ પરિસ્થિતિમાં જીવી છું. મારા માટે સિવિલ સર્વિસ પરીક્ષામાં સિવાય હવે કોઈ જગ્યા બચી નથી.”

આ સમાચાર પણ વાંચોઃ Mumbai 26/11 Attack: ૨૬/૧૧ હુમલાની આજે વરસી : મુંબઈ શહેર પર આતંકી હુમલા ની ત્રણ વખત તારીખ બદલાઈ હતી… અને પછી…. જાણો સંપુર્ણ અહેવાલ વિગતે..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id [email protected]

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More