Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

ગુરૂવાર.

  મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વેક્સિન ના ડોઝ ખતમ થઈ જવાના મામલે આજે એક નવી વાત બહાર આવી છે. મુંબઈમાં વેક્સિનેશન ડોઝ ની અછત સર્જાતા 26 પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે અને બીજા 26 વેક્સીનેશન સેન્ટર આજે રાત સુધીમાં બંધ થઈ જશે.

     બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ મુંબઈમાં ટોટલ 120 વેક્સીનેશન સેન્ટર છે. જેમાં પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર 73 છે આમાંથી 26, સેન્ટર બંધ થઈ ગયા છે  26 આજે રાત સુધી થશે અને બાકી બચેલા 21 સેન્ટર આવતીકાલે બંધ થઈ જશે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારની કોરોના વેક્સિનના મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સાથે વાતચીત પણ ચાલુ છે. કેન્દ્રીય મંત્રી પર ભેદભાવનો આરોપ મુકતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે જણાવે છે કે, રાજ્યના સતારા, સાંગલી અને પનવેલ જેવા વિસ્તારોમાં પણ વેક્સિનેશન આપવાનું કામ અટકી ગયું છે. સ્વાસ્થ્ય મંત્રી મુકેલા આરોપના જવાબમાં કેન્દ્રીય મંત્રી કહે છે કે જે, રાજ્યોના અધિકારીઓ પોતાના રાજ્યમાં વૈશ્વિક મહામારી ને રોકી નથી શકતા એની નિષ્ફળતા નો દોષ બીજાના માથે મઢે છે.

એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ હતો સામેલ. તપાસ એજન્સીએ કર્યો ખુલાસો.

   ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આરોપ પ્રત્યારોપણ ના ખેલમાં ભોગવવું સામાન્ય જનતાએ પડે છે.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version