News Continuous Bureau | Mumbai
કોવિડ દર્દી(Covid patients)ઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પહેલા તબક્કામાં ત્રણ જમ્બો કોવિડ કેન્દ્રો(Jumbo covid centre) બંધ કરવામાં આવ્યા બાદ હવે બીજા તબક્કામાં વધુ પાંચ કેન્દ્રો બંધ કરવામાં આવી રહ્યા છે. જોકે આ સેન્ટરમાં રહેલા વેક્સિનેશન સેન્ટર(Vaccination centre) ચાલુ રાખવામાં આવનાર છે. હવેથી મુંબઈ(Mumbai)માં ફક્ત સાયન(Sion)નું જંબો કોવિડ સેન્ટર અને સોમૈયા જંબો સેન્ટર જ ચાલુ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ 'કોવિડ' દર્દીઓ માટે મુંબઈમાં મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલ(Sevenhills Hospital), 16 ઉપનગરીય હોસ્પિટલો અને કસ્તુરબા હોસ્પિટલ(Kasturba Hospital) સહિત મહાનગરપાલિકાની ચાર મોટી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની યોગ્ય સારવાર માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. તેમ જ દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. તેથી હવે કોવિડ સેન્ટર ની આવશ્યકતા નથી. છતાં, સોમૈયા જમ્બો સેન્ટર, શિવ (સાયન) ખાતે જમ્બો કોવિડ સેન્ટરને સજ્જ રાખવામાં આવશે.
મુંબઈમાં જયારે કોરોના તેના પીક પોઈન્ટ પર હતો. ત્યારે હોસ્પિટલમાં જગ્યા ઓછી પડી રહી હતી ત્યારે 'કોવિડ'ના દર્દીઓને સારવાર આપવા માટે, મુંબઈ મહાનગરપાલિકાએ અલગ-અલગ આઠ સ્થળોએ 'કોવિડ જમ્બો કેન્દ્રો' શરૂ કર્યા છે. આ 8 'જમ્બો કોવિડ સેન્ટર્સ'માં 12,375 બેડ અને રાખવામાં આવ્યા હતા. કેન્દ્રો દ્વારા લાખો દર્દીઓની અસરકારક સારવાર કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં 'કોવિડ'થી સંક્રમિત દર્દીઓ સહિત લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત, હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓના દાખલ થવાનો દર ઘણો ઓછો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 'કોવિડ જમ્બો કેર સેન્ટર'ને સ્ટેપ બાય સ્ટેપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકા દરેક ઘરે જઈને લોકોના બ્લડ પ્રેશર માપશે -જાણો તમે યોજનાનો લાભ શી રીતે લઈ શકશો
આ મુજબ, પ્રથમ તબક્કામાં, દહિસર, નેસ્કો – ગોરેગાંવ અને કાંજુરમાર્ગ ખાતે 'જમ્બો કોવિડ કેર સેન્ટર' આ ત્રણ કેન્દ્રો પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે બીજા તબક્કામાં બાંદ્રા – કુર્લા કોમ્પ્લેક્સ, રિચાર્ડસન અને ક્રુડાસ ભાયખલા, રિચાર્ડસન અને ક્રુડાસ મુલુંડ, એન. એસ. સી., વર્લી અને મલાડ સહિત પાંચ 'જમ્બો કોવિડ કેર સેન્ટર્સ' બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.