મુંબઇ માટે આઇએમડી દ્વારા જારી કરાયેલ ઓરેન્જ એલર્ટ ને ધ્યાનમાં રાખીને, એનડીઆરએફની ત્રણ ટીમોને સાવચેતીના પગલા રૂપે પૂણેથી મુંબઈ ખસેડવામાં આવી છે.
તાજેતરમાં ભારતીય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ કલાક દરમિયાન મુંબઇમાં મધ્યમથી તીવ્ર વરસાદ ચાલુ રહેશે.
મુંબઇ, થાણે, નવી મુંબઇ, પાલઘર અને અન્ય પાડોશી વિસ્તારોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.