News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડે(Sanjay Pandey) મુંબઈમાં ઘડાતા ગુના અને ટ્રાફિકના નિયમોને(Traffic rules) લઈને બહુ આકરા પગલાં લઈ રહ્યા છે. દરમિયાન તેઓ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીનો અહેવાલ પણ વખતોવખત બહાર પાડતા હોય છે. તાજેતરમાં તેમણે બહાર પાડેલા આંકડા મુજબ વખતોવખત ની ચેતવણી પણ બાદ મુંબઈમાં પહેલી માર્ચથી 20 જૂન, 2022 સુધીમાં હેલ્મેટ વગરના(helmetless) 3,15,344 કેસ નોંધાયા છે.
મુંબઈ પોલીસે 20 જૂન, 2022ના બહાર પાડેલા આંકડા મુજબ પહેલી માર્ચ 2022થી 20 જૂન, 2022 સુધીના સાડા ત્રણ મહિનાના સમયગાળામાં મુંબઈમાં તો રોંગ સાઈડ ડ્રાઈવિંગના(Wrong side driving) 5,987 કેસ નોંધાયા છે. રસ્તા પર ગમે ત્યાં પડી રહેલા 14,353 ખટારા વાહનોને હટાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફ્લેટ આપવાને નામે ગ્રાહકો સાથે છેતરપિંડી- પાંચ બિલ્ડરની ધરપકડ- જાણો શું છે મામલો
મુંબઈ ટ્રાફિક પોલીસ સતત હેલ્મેટ પહેરવાની ચેતવણી આપી રહી છે, છતાં મુંબઈમાં હેલ્મેટ વગરના 3,15,344 કેસ નોંધાયા છે અને હજી પણ ટુ વ્હીલર(Two wheeler) ચલાવનારા અને પિલિયન રાઈડર(Pillion Rider) હેલ્મેટ વગર રસ્તા પર ફરી રહ્યા છે. તેમાંથી 16,841 કેસ આરટીઓને(RTO) લાયસન્સ કેન્સલ(License cancellation) કરવા માટે મોકલવામાં આવ્યા છે.
મુંબઈને કેફીદ્રવ્યો મુક્ત બનાવવા પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, જે હેઠળ મુંબઈમાં ગયા અઠવાડિયામાં 13 કેસ નોંધાયા હતા, જેમાં 4,82,24,090 રૂપિયાની કિંમતનું ડ્રગ્સ(Drugs) જપ્ત કર્યું હતું. ગયા અઠવાડિયે ગુટકાના 24 કેસ નોંધાયા હતા અને 2,13,089 રૂપિયાની કિંમતનો માલ જપ્ત કર્યો હતો.
નોઈસ પોલ્યુશનને(Noise pollution) રોકવા માટે થોડા દિવસ અગાઉ જ મુંબઈ પોલીસે મુંબઈમાં નો હોકિંગ ઝુંબેશ(Honking campaign) હાથ ધરી હતી. જે હેઠળ પોલીસે અત્યાર સુધી 37,261 કેસ નોંધાયા છે.
મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ દર રવિવારે મુંબઈના અમુક પસંદગીના રસ્તાને અમુક કલાક માટે ટ્રાફિક મુવમેન્ટ માટે બંધ કરી તેને રસ્તો ફક્ત બાળકોને રમવા અને સિનિયર સિટિઝનો માટે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે સંડે સ્ટ્રીટ કરીને અભિયાન હાથ ધર્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. હવે જોકે ચોમાસું ચાલુ થયું હોય તેને આગળ કઈ રીતે વધારવું તે બાબતને લઈને મુંબઈ પોલીસે પોતાની વેબસાઈટ www.mumbaicf.in પર સૂચના મૂકી છે.