292
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મુંબઈ શહેરમાં ૨૪ કલાક વીજળી નો વપરાશ થતો રહે છે. જો ભૂલેચૂકે પણ વીજળી નો સપ્લાય બંધ થઈ જાય તો મુંબઈ શહેરમાં હંગામો મચી જાય. જોકે વીજળી ની ખપત દિવસે ને દિવસે વધતી જ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને મુંબઈ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું શહેર બનાવવા, સરકારે જે પગલું ભર્યું છે, તેનાથી 1000 મેગાવોટ વધારાની વીજળી મુંબઈ શહેરને મળશે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને હાલમાં જ એક વીજ પુરવઠો પૂરો પાડતી કંપની ની એપ્લિકેશન ને મંજૂરી આપી છે. એ કંપનીની યોજના અંતર્ગત પાલઘર જિલ્લા ના પુડુસ થી આરે કોલોની સુધીનો ૮૦ કિલોમીટરના અંતરમાં હાઇવોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ (HVDC) ની લીંક લગાડવામાં આવશે. જેનાથી આવતા ચાર વર્ષની અંદર મુંબઈના લોકોને પૂરતી વીજળી મળી રહેશે.
You Might Be Interested In
