News Continuous Bureau | Mumbai
કોંકણના રાજા એટલે કે હાફૂસ (Hapus) કેરી (આલ્ફોન્સો) ખાવાના શોખીનો માટે સારા સમાચાર છે. નવી મુંબઇના વાશી એ.પી.એમ.સી. માર્કેટમાં એક જ દિવસમાં રત્નાગિરી આફૂસની વધુ 38 પેટીઓ આવી પહોંચી છે.
શું છે વેપારીઓનો અંદાજ
છેલ્લા કેટલાક દિવસોથી કેરીની પેટીઓની કટકે કટકે આવક થતી હતી. પરંતુ ગુરુવારે એક જ દિવસમાં 38 પેટીઓની આવકને જોઇને વેપારીઓએ અંદાજ બાંધ્યો હતો કે આ વર્ષે હાફૂસ નું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ સારુ થશે.
આ કારણે સીઝન મોડી શરૂ થશે
મહત્વનું છે કે દર વર્ષે આફૂસની સિઝન માર્ચ મહિનાથી જ શરૂ થતી હોય છે. આ વર્ષે પણ લાંબા વરસાદ અને ઠંડીના કારણે હાપુસનું ઉત્પાદન મોડું થયું છે. આથી બજારમાં ફેબ્રુઆરી મહિનો આવી ગયો હોવા છતાં હાપુસની આવક ઘટી રહી છે. જોકે હાપુસના બાગાયતોનું માનવું છે કે આ વર્ષે સિઝન ભલે મોડી શરૂ થશે પરંતુ હાપુસનો પાક સારો રહેશે.
આ સમાચાર પણ વાંચો: દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા આ મહાન દિગ્દર્શક નું થયું નિધન, 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2022માં એપીએમસી માર્કેટમાં બે ડઝન હાફૂસની પહેલી પેટી દાખલ થઇ હતી. એ વખતે બે ડઝન કેરી નવ હજાર રૂપિયામાં વેચાઇ હતી. જ્યારે આજે એપીએમસીમાં આવેલી રત્નાગિરી હાફૂસની 4થી 8 ડઝનની પેટી પાંચથી દસ હજાર રૂપિયાની કિંમતે વેચાઇ હતી. જ્યારે પાકી કેરીની પેટીનું 12થી15 હજાર રૂપિયામાં વેચાણ થયું હતું.