મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

મંગળવાર.

આજે સવારે ખોપોલી બોર્ડર પર મુંબઈ-પુણે એક્સપ્રેસ પર એક વિચિત્ર અકસ્માત થયો છે. 

આ અકસ્માતમાં સોલાપુરના કોંગ્રેસના જિલ્લા ઉપાધ્યક્ષ ગૌરવ ખરાત સહિત ચાર લોકોના મોત થયા છે અને 7 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

આ ભયાનક દુર્ઘટના સવારે 6.30 કલાકે ખોપોલી નજીક ભોરઘાટ વિસ્તારમાં બની હતી. 

સંતુલન ગુમાવેલા ટ્રકે લગભગ અડધો ડઝનથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. 

અકસ્માતની માહિતી મળતાં આઇ. આર. બી. યાત્રાના, હાઈવે ટ્રાફિક પોલીસ, ખોપોલી પોલીસ, ડેલ્ટા ફોર્સે સ્થળ પર રાહત કાર્ય શરૂ કર્યું હતું. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક્શન મોડમાં, અંડરવર્લ્ડ ડોન દાઉદની બહેન હસીના પારકરના ઘરે પાડ્યા દરોડા; અનેક રાજકીય નેતાઓ રડાર પર

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment