Site icon

આરે કૉલોનીમાં ફરી એક વખત દીપડાનો આતંક, 4 વર્ષના બાળક પર હુમલો; પિતાએ આ રીતે બચાવ્યો બાળકનો જીવ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં દીપડાનો આતંક ચાલુ છે. તાજો કિસ્સો ગોરેગાંવની આરે કૉલોનીનો સામે આવ્યો છે, જ્યાં દીપડો ઘરની બહાર રમતા બાળકને લઈ જઈ રહ્યો હતો. જોકે સમય જતાં સ્થાનિક લોકોએ બાળકને દીપડાથી બચાવી લીધો લીધો. આ ઘટના ગત સાંજની જણાવવામાં આવી રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ આરે કૉલોનીના યુનિટ નંબર 3માં સુનીલ મિશ્રાના તબેલામાં કામ કરતા અરુણ યાદવના 4 વર્ષના પુત્ર પર દીપડાએ હુમલો કર્યો. દીપડો બાળકને લઈ જઈ રહ્યો હતો ત્યારે અચાનક અરુણની નજર ચિત્તા પર પડી. જ્યારે અરુણે બૂમ પાડી ત્યારે આજુબાજુના લોકોએ જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું, ત્યારે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. અરુણે કહ્યું કે જો તે સ્થળ પર ન પહોંચ્યો હોત તો  મોટી દુર્ઘટના ઘટી હોત. દીપડાના હુમલાને કારણે 4 વર્ષના બાળકના શરીર અને માથા પર ગંભીર ઈજા પહોંચી છે.

મુંબઈ શહેરમાં આટલી સીટો પર કોંગ્રેસ બીએમસીની ચૂંટણી લડશે.

આરે પોલીસને આ અંગે જાણ થતાં જ પોલીસ તેનાં માતાપિતાની મદદથી ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને જોગેશ્વરીની ટ્રોમા કૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની આંખ પાસે 7 ટાંકા આવ્યા હતા. આરેમાં આ ઘટના બાદ ફરી એક વખત દીપડાના હુમલાનો ડર સતાવવા લાગ્યો છે. અરુણ યાદવ અને તેના માલિક સુનીલ મિશ્રાનું કહેવું છે કે આરે પ્રશાસને આ અંગે તાત્કાલિક  પગલાં લેવાં જોઈએ, કારણ કે દીપડાને માનવ હુમલાની આદત પડી ગઈ છે. ગમે ત્યારે મોટી ઘટના બની શકે છે.

Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
Exit mobile version