સારા સમાચાર : મુંબઈ શહેરમાં આટલા ટકા વયસ્કો એ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

મુંબઈમાં હાલમાં મોટા પાયે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. 

આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં મુંબઈની વસ્તીના લગભગ 41% લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચુક્યા છે. 

પાલિકાએ જાહેર કરેલા આંકડા  મુજબ, શહેરમાં 87.3% એટલે કે 80,62,971 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને  40.6% એટલે કે 37,52,880 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે

મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પુણે બીજા ક્રમે છે, જેણે તેની વસ્તીના 36.18% લોકોનું સંપૂર્ણ રસીકરણ કર્યું છે. જેમાં 82.5% લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે

જોકે શહેરની ડબલ ઇમ્યુનાઇઝેશન એવરેજ રાજ્યની કુલ (23%) કરતા ઘણી આગળ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More