News Continuous Bureau | Mumbai
Mumbai : મનસા કલ્યાણના કલાકારો દ્વારા એક્રેલિક પેઇન્ટિંગ્સની(acrylic paintings) શ્રેણી કલિયુગની ત્રીજી અને અંતિમ આવૃત્તિ મુંબઈમાં લોન્ચ થઈ છે. મુંબઈમાં કમલનયન બજાજ હોલ અને આર્ટ ગેલેરી(art gallery) ખાતે લેખિકા અને કટારલેખક શ્વેતા બચ્ચન નંદાએ 5 દિવસીય કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. મનસા કલ્યાણની સર્જનાત્મક યાત્રાની ઉત્ક્રાંતિ અને નિપુણ કલાકારીને દર્શાવતા આર્ટ એક્ઝિબિશન અદ્ભુત ટ્રાયોલોજીના ભવ્ય સમાપન તરીકે “કલિયુગ 3.0”(Kaliyug 3.0) રજૂ કરવામાં આવી છે. આ એક્ઝિબિશન મુલાકાતીઓને અહલાદ્ક અનુભવ કરાવે છે, જે આ અસાધારણ સફરની પરાકાષ્ઠાના સાક્ષી બનવા માટે કલા ઉત્સાહીઓ અને નિષ્ણાતોને આમંત્રિત કરે છે. તેના ઉદ્ઘાટન દરમિયાન, લેખક, કલાકાર અને ડિઝાઇનર – શ્વેતા બચ્ચન નંદાએ જણાવ્યું હતું કે,“અમે મંત્રમુગ્ધ કરતી ‘કલિયુગ 3.0’ આર્ટ સિરીઝની સામે ઊભા છીએ ત્યારે તે આપણા અસ્તિત્વના મૂળને સ્પર્શી લાગણીઓની તમામ મર્યાદાઓ ઓળંગી કલાની સ્થાયી શક્તિનો અનુભવ કરાવે છે. મનસા કલ્યાણના વાઇબ્રન્ટ સ્ટ્રોક્સ અને ગહન લાગણીઓ આપણને યાદ અપાવે છે કે સર્જનાત્મકતા એ એક વૈશ્વિક ભાષા છે જે આપણા બધાને એક કરે છે. આ પ્રદર્શન કલાકારની અદ્ભુત સફર અને તેના હસ્તકલા દ્વારા પરિવર્તનને પ્રેરિત કરવાની તેની ક્ષમતાનો પુરાવો છે. આ અસાધારણ સિદ્ધિ માટે મનસાને મારા હૃદયપૂર્વક અભિનંદન છે.”

‘વર્લ્ડ થ્રુ માય આઇઝ’ શીર્ષક હેઠળ એક્રેલિક પેઇન્ટિંગ્સ રંગો અને લાગણીઓ દ્વારા કલાકારની મનમોહક યાત્રાને હાઇલાઇટ કરે છે. કેનવાસ પર એક્રેલિકના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા, કલાકાર મનસા કલ્યાણ તેના વિષયોને જીવંત કરતાં દેખાઈ રહ્યા છે, કુશળતાપૂર્વક દર્શકોને પોતાની દુનિયામાં લઈ જાય છે જ્યાં રંગો નૃત્ય કરતાં ઉંડાણપૂર્વક વિગતોની સમજ અને અદ્ધભૂત લાગણીઓ દર્શાવાઈ છે.જહાંગીર આર્ટ ગેલેરીના શ્રીમતિ મેનન, જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપતાં કલાકારને શુભેચ્છા પાઠવી હતી. આર્ટ એક્ઝિબિશન-કમ-સેલમાંથી મળેલી કમાણી સંપૂર્ણપણે અક્ષય પાત્ર ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 6 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
કલિયુગ શ્રેણી વિશે વાત કરતાં, કલાકાર મનસા કલ્યાણે કહ્યું,“વર્તમાન યુગમાં, માનવતા પોતાને રસ્તાઓ પર શોધી રહી છે, એકબીજા સાથે જોડાયેલા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે. આ પૃષ્ઠભૂમિની વચ્ચે, મેં વિશ્વ અને રોજિંદા જીવનની સુંદરતા દર્શાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જે આજની પેઢી દ્વારા ઝડપથી આગળ વધતાં યુગમાં ઘણીવાર અવગણવામાં આવે છે. આ પેઇન્ટિંગ્સ દ્વારા, હું પરિવર્તન માટેની શક્તિને પ્રદર્શિત કરવાના લક્ષ્ય સાથે સમુદાયો અને વ્યક્તિઓના સામૂહિક અંતરાત્માની શક્તિ દર્શાવવામા માગુ છે.”
પ્રદર્શન વિશે વાત કરતા, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર શ્રી બાલાજીએ જણાવ્યું હતું કે,“કલિયુગ 3.0 સાથે સંકળાયેલા હોવાનો અમને ખૂબ જ ગર્વ છે, જે આધુનિક પેઢીના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. આજે, તેમની કુશળ કરુણા સાથે, મનસા કલ્યાણ એવા પરિવર્તનનો માર્ગ મોકળો કરી રહી છે જેનો ઉદ્દેશ્ય સમાજને ઉત્થાન આપવાનો છે. ઊંડી કૃતજ્ઞતા સાથે, અમે કલાકારના પ્રયત્નો અને નિશ્ચયને બિરદાવીએ છીએ, જેમની ઉદારતા જરૂરિયાતમંદોમાં સશક્તિકરણ અને કલ્યાણ કરશે.”
છેલ્લાં આઠ વર્ષથી પ્રશિક્ષિત, કલાકાર શાઇન કરુણાકરન હેઠળ, મનસા કલ્યાણની આર્ટ વર્કનું સેકન્ડ થર્ડ જાહેર પ્રદર્શન છે. શ્રેણીની પ્રથમ બે સફળ આવૃત્તિ ત્રિશૂર, કેરળ અને બેંગલુરુ, કર્ણાટકમાં યોજાઈ હતી. મુંબઈમાં આ તમામ નવી આવૃત્તિ સાથે, કલાકારે તેમના કામમાં સતત સુધારો કર્યો છે, જેમાંથી મોટાભાગનું કામ છેલ્લા એક વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું.