ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ અત્યારથી કોરોના ની ત્રીજી લહેર ને પહોંચી વળવાની તૈયારી શરૂ કરી દીધી છે. તૈયારીના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકાએ નાના બાળકો માટે અલાયદું કોરોના સેન્ટર બનાવવાનું નક્કી કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલ ના જણાવ્યા મુજબ આ સેન્ટરમાં નાના બાળકો ની ટ્રીટમેન્ટ કરવા માટે પૂરી વ્યવસ્થા હશે.
સરકારી તંત્ર આખરે નરમ પડ્યું, આ દુકાનો સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહી શકશે
મુંબઈ મહાનગરપાલિકા સહિત તબીબી જગત નું માનવું છે કે હવે કોરોના ની જે લહેર આવશે તેમાં નાના બાળકો નો ભોગ લેવાશે. આ પરિસ્થિતિમાં એક વાત નક્કી છે કે નાના બાળકોને ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી તેમજ નાના બાળકો માટે પૂરતી વ્યવસ્થા કરવી તે એક પડકારજનક કામ છે. આથી મુંબઈ શહેરમાં તેની તૈયારી શરૂ થઈ ચૂકી છે.
