News Continuous Bureau | Mumbai
કાંદિવલી (પૂર્વ)માં(kandivali East) જૂની અદાવતને(old enmities) કારણે 30 વર્ષની યુવકની હત્યા(Murder) કરનારા છ આરોપીઓને(Criminals) કાંદિવલીની સમતા નગર(Samata Nagar) પોલીસે પકડી પાડ્યા છે. હત્યાના 24 કલાકની અંદર જ પોલીસને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.
મૃતક દીપક રાજભરનો(Deepak Rajbhar) મૃતદેહ સોમવાર સવારના સાત વાગ્યાની આસપાસ કાંદિવલીમાં પોઈસરના શિવાજી ગ્રાઉન્ડમાં(Shivaji Ground) મળી આવ્યો હતો. દીપકના ભાઈએ પોલીસને કહ્યું હતું કે 14 જુલાઈના તેમનો દીપક વકાલે અને તેના સાથીદાર સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. તેથી તેને તેના પર શંકા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના કોવિડ સેન્ટરોની વિદાય નિશ્ચિત- જાણો કઈ તારીખથી કયા કોવિડ સેન્ટરો બંધ થશે
પોલીસે દીપક વકાલેનો જૂનો રેકોર્ડ ચેક કરતા તેના માથા પર ગુના નોંધાયા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા દીપક તેના સાથીદાર સાથે બોરીવલીમાં(Borivali) નેશનલ પાર્ક(National Park) પાસે આવવાનો હોવાની માહિતી મળી હતી. તેને આધારે છટકું ગોઠવીને દીપક સહિત તેના અન્ય ત્રણ સાથીદારોને નેશનલ પાર્ક પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા.