Site icon

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા મુંબઈગરાના જાતજાતના તિકડમ, 60 ટકા નકલી આઇ-કાર્ડ; જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જુલાઈ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈમાં સામાન્ય નાગરિકોને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ નથી. એથી કામ પર ગમે તે રીતે પહોંચી જવા લોકો હવે ટ્રેનમાં પ્રવાસ કરવા બનાવટી આઇ-કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવેના કહેવા મુજબ હાલ પિક અવર્સમાં લોકલ ટ્રેનમાં 60 ટકા પ્રવાસીઓ બનાવટી આઇ-કાર્ડ સાથે પ્રવાસ કરી રહ્યા છે. આ લોકોને ટ્રેનમાં ગેરકાયદે પ્રવાસ કરતાં રોકવા મહારાષ્ટ્ર સરકાર ફરી QR કોડ સિસ્ટમ અમલમાં લાવવાની છે. એ માટે યુનિવર્સલ ટ્રાવેલ પાસ સિસ્ટમ અલમમાં લાવવાની છે.

મોટા ભાગના લોકો ફાર્મસી, મેડિકલ અથવા ચૅરિટેબલ હૉસ્પિટલના આઇ-કાર્ડ પર ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન મોટા ભાગના આઇ-કાર્ડ બનાવટી નીકળ્યા હતા. બુકિંગ કાઉન્ટરો પર પાસ અથવા ટિકિટ લેતાં સમયે ક્રૉસ ચેક કરવા દરમિયાન તેઓ સાચી માહિતી આપી શકતા નથી. છતાં તેમને પાસ ટિકિટ મળી જતાં હોય છે.

રેલવેનો અજબ કારભાર, ટ્રેક પર દોડવા ની જગ્યાએ મુંબઈ વાસીઓ માટે બનેલી ૧૩ એસી લોકલ કાર શેડ માં ધૂળ ખાય છે; જાણો વિગત

બનાવટી આઇ-કાર્ડ સાથે પ્રવાસ કરનારા લોકોને રોકવા માટે સરકારે યુનિવર્સલ  ટ્રાવેલ પાસ સિસ્ટમ અમલમાં લાવી રહી છે. જેમાં હવે ટ્રેનમાં પ્રવાસ કરવા QR કોડ આપવામાં આવશે. તેમ જ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવા બાબતે વિચાર ચાલી રહ્યો છે. વેક્સિનના ડોઝ લીધા છે કે નહીં એની માહિતી આધાર કાર્ડ પરથી મળી શકશે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version