News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી બાદ(Corona epidemic) આખરે મુંબઈમાં બે વર્ષ બાદ ગણેશોત્સવની (Ganeshotsav) ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવવાની છે. ગણેશોત્સવ દરમિયાન ટ્રાફિક નિયમન (Traffic regulation) માટે 10 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ(Police officers and employees) વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવવાના છે. આ ઉપરાંત વિસર્જન સમારોહના(Visarjan Ceremony) દિવસે મુંબઈમાં 74 રસ્તાઓ વાહન વ્યવહાર(Transportation) માટે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) ગણેશોત્સવ દરમિયાન મુંબઈ શહેરમાં સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવા અને મુસાફરોને અસુવિધા ટાળવા માટે એક વિશેષ આયોજન કર્યું છે.
મુંબઈ શહેર ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ(Traffic Police Control Room) ગિરગાંવ ચોપાટી(Girgaon Chopati), શિવાજી પાર્ક ચોપાટી(Shivaji Park Chopati), જુહુ ચોપાટી(Juhu Chopati), મલાડ ટી જંક્શન(Malad T Junction), ગણેશ ઘાટ અને પવઈ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે અને ટ્રાફિક નિયંત્રણ માટે મહત્વના સ્થળોએ ઓબ્ઝર્વેશન ટાવર ઉભા કરવામાં આવવાના છે.
આ સમાચાર પણ વાંચો : વાહનચાલકો માટે મહત્વના સમાચાર- આજે બે કલાક માટે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આ કારણે રહેશે બંધ
મુંબઈમાં દોઢ દિવસના પાંચ દિવસ (4 સપ્ટેમ્બર), ગૌરી-ગણપતિ (5 સપ્ટેમ્બર), સાતમા દિવસે (6 સપ્ટેમ્બર) અને અનંત ચતુર્દશીના(Anant Chaturdashi) દિવસે ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળશે. તેથી આ દિવસો દરમિયાન મુંબઈમાં ટ્રાફિકના રૂટમાં ફેરફાર કરવામાં આવશે. વિસર્જનના શોભાયાત્રાને કારણે 74 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તેમજ 54 રસ્તાઓને વન-વે કરવામાં આવશે. મુંબઈના 57 રસ્તાઓ પર માલસામાનના વાહનોનો પ્રવેશ બંધ રહેશે. આ સિવાય 114 સ્થળોએ વાહનોના પાર્કિંગ(Vehicle parking) પર પ્રતિબંધ રહેશે.