Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરની દરિયાદિલી ભારે પડી રહી છે, હૉસ્પિટલમાં બહારગામના દર્દીઓ છે અને આંકડા મુંબઈ શહેરના બગડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 12 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે જે શહેરની હૉસ્પિટલમાં ખાલી ખાટલાની સંખ્યા ટકાવારી પ્રમાણે વધશે ત્યાં lockdownને ખોલવામાં આવશે. હવે મુંબઈ શહેરના મામલે આ વસ્તુ વિપરીત ઠરી રહી છે. મુંબઈ દરિયાદિલ શહેર હોવાને કારણે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યમાંથી લોકો ઉપચાર કરાવવા માટે આવી પહોંચે છે. હાલમાં આંખોના ફંગસના જેટલા કેસ હૉસ્પિટલમાં ભરતી થયા છે એમાંથી ૭૫ ટકા કેસ મુંબઈ શહેરની બહારના છે. આ વ્યક્તિઓએ હૉસ્પિટલના ખાટલા પૅક કરી રાખ્યા છે. બીજી તરફ અનેક લોકો પોતાનો કોરોનાનો ઇલાજ કરાવવા માટે મુંબઈ શહેરમાં આવી પહોંચે છે. મુંબઈ શહેરમાં ૪૭ ટકાથી વધુ ખાટલાઓ આવા લોકોથી ભરેલા છે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરનો હૉસ્પિટલનો રેટ કદી સુધરશે નહીં તો ત્યાં સુધી મુંબઈના વેપારીઓએ સહન કરવાનું?

મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓને રીતસરના મૂર્ખ બનાવ્યા, તમામ માનકો પર ખરા ઊતર્યા પછી પણ મુંબઈમાં પ્રતિબંધો ચાલુ

મુંબઈ મહાનગરપાલિકાએ આ સવાલનો સાર્વજનિક રીતે જવાબ આપવો જોઈએ.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version