Site icon

ગણેશભક્તોને BESTની ઝક્કાસ ઓફર- બસ પાસ પર મળશે આટલા ટકા ડિસ્કાઉન્ટ-જાણો ઓફર અંગે વિગતમાં 

News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવ(Ganesha Festival) નિમિત્તે બેસ્ટ ઉપક્રમે(BEST Department) મુંબઈગરા માટે એક આકર્ષક યોજના જાહેર કરી હતી, જેમાં બેસ્ટની ‘ચલો ઍપ’(Best's 'Chalo' app) વાપરનારા પ્રવાસીઓને ૭૯૯ રૂપિયાનો સુપર સેવર પ્લાન 75 ટકા ડિસ્કાઉન્ટ સાથે મળવાનો છે. એટલેક કે ફક્ત ૧૯૯ રૂપિયામાં આ પાસ ઉપલબ્ધ થવાનો છે.

Join Our WhatsApp Community

 સ્પેશિયલ ડિજિટલ બસ(Special Digital Bus) પાસ ઓફર એટલે કે આ સુપર સેવર પ્લાન (Super saver plan) ૧૪ દિવસ માટે માન્ય રહેશે, જેમાં ૨૦ રૂપિયામાં ૫૦ ફેરી મળશે. મુંબઈગરા ડિજિટલ ટિકટ સિસ્ટમ(Digital Ticket System) તરફ આકર્ષિત કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ બેસ્ટની ‘ચલો ઍપ’ વાપરનારા હાલના પ્રવાસી સહિત નવા પ્રવાસી એમ બંનેને મળશે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી(Google Play Store) ‘ચલો ઍપ’ ડાઉનલોડ કર્યા બાદ બસપાસ સેકશનમાં જઈને આ યોજના શોધવાની રહેશે. ગણેશોત્સવ યોજના(Ganeshotsav Yojana) પસંદ કરીને તેમાં વિગતો ભરીને ફોટો અપલોડ કરવાનો રહેશે. ડેબિટ અથવા ક્રેડિડ કાર્ડ (Debit or credit card) દ્વારા તેમ જ નેટ બૅકિંગ(Net Banking) અથવા યુપીઆઈ દ્વારા ૧૯૯ રૂપિયા ઓનલાઈન ભરીને પ્લાન ખરીદવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

આ યોજના ચાલુ કરવા માટે ‘Use Now‘ પર ક્લિક કરવાનું રહેશે. બસમાં ચઢ્યા બાદ  ‘start a Trip‘ પર ક્લિક કરીને પ્રવાસીએ મોબાઈલ ફોનને બસ કંડકટરના ટિકિટ મશીન પાસે લઈ જવાનું રહેશે. તેમાં માન્યતા મળ્યા બાદ પ્રવાસીઓને ડિજિટલ પાવતી મળશે. આ સંપૂર્ણ પ્રક્રિયા કેશલેસ અને પેપરલેસ હશે.

આ યોજનામાં પ્રવાસીઓને ૧૪ દિવસ માટે  ૫૦ ફેરીનો લાભ મળશે. એસી તેમ જ નોન એસી બસમાં ૨૦ રૂપિયામાં તમામ ટિકિટ પર પ્રવાસીઓના આ સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના ૩૧ ઑગસ્ટ, ૨૦૨૨થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ હશે.

 

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version