Site icon

ભાજપે મુંબઈના મેયર કિશોરી પેડણેકર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાડ્યો.. દાવો કર્યો કે તેમનાં સરનામાં પર ઘણી કંપનીઓ રજીસ્ટર છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 સપ્ટેમ્બર 2020

મુંબઈના મેયર કિશોરી પેડણેકરના મુંબઇના સરનામાં પર જુદી જુદી 8 કંપનીઓ નોંધાઈ હોવાનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભુતપૂર્વ સાંસદ ડો. કિરીટ સોમૈયાએ મુક્યો છે. સાથે જ મહારાષ્ટ્ર સરકાર પાસે આ મામલે ઊંડી તપાસની માંગ કરી છે.

ડો. સોમૈયાએ ઉપરોક્ત મામલે અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ) ને પત્ર પાઠવ્યો છે. આમાં તેમણે દાવો કર્યો છે કે મુંબઇના મેયરના એક જ સરનામે 8 કંપનીઓ નોંધાયેલી છે. આ મામલે વિગતવાર તપાસ કરી કંપનીઓના આર્થિક વ્યવહારની તપાસ કરવામાં આવે. સોમૈયા એ પત્રમાં એમ પણ લખ્યું છે કે, કંપનીની માલિકી, નાણાકીય હિતો, વ્યવહારમાં પારદર્શિતા તપાસવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે મેયરના પુત્રની કંપનીને મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટ મળ્યા હતાં, તે વાત પહેલા જ સાબિત થઈ ચૂકી છે. પેડણેકરના દીકરા સાંઈ પ્રસાદની કંપનીને, કોરોના દરમ્યાન  કોવિડ સેન્ટર બનાવવા સંદર્ભે  એવોર્ડ આપવાનો  વિવાદ સામે આવ્યાં બાદ, મુંબઈના મેયર કિશોરી પેડણેકર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આ અગાઉ મનસેના નેતા સંદીપ દેશપાંડેએ પણ મેયર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. પોતાના પુત્રને લાભ પહોંચાડવા માટે મેયરે  પોતાના પદનો દુરૂપયોગ કર્યો  હોવાનો આરોપ ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મૂક્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version