News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈ(South Mumbai)ની એક ફાઈવ સ્ટાર હોટલ(five star Hotel)માં રમી રમવું મુંબઈના બિઝનેસમેનો(Businessman)ને ભારે પડ્યું છે. કોર્ટે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ(Maharashtra Prevention of Gambling Act) હેઠળ હોટલની રૂમમાં રમી રમનારા 9 બિઝનેસમેનને છ મહિનાની જેલ(Prison)ની સજા ફટકારી છે. આ બનાવ 2012ની સાલમાં બન્યો હતો.
પોલીસે દક્ષિણ મુંબઈની પ્રખ્યાત હોટલના રૂમમાંથી આ 9 બિઝનેસમેન રમી રમતા(Playing rummy) પકડી પાડ્યા હતા. રૂમમાંથી પોલીસને 3.25 લાખ રૂપિયા પણ મળ્યા હતા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ(Metropolitan Magistrate)એ આરોપીઓના સારી વર્તણૂકને ધ્યાનમાં રાખીને માફ નહીં કરતા તેમને છ મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે જ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સજા આપવાની સાથે જ મેજિસ્ટ્રેટએ કહ્યું હતું કે આરોપીઓ હોટલની રૂમમાં જુગાર રમતા(Gambing) પકડાયા હતા, જે ગુનાને પાત્ર છે.
આ સમાચાર પણ વાંચો : પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે
આ બનાવ 2011માં બન્યો હતો, તત્કાલિન વિવાદાસ્પદ આસિસ્ટન્ટ કમિશનર ઓફર પોલીસ વંસત ઢોબળે જેઓ 2015માં રિટાયર્ડ થયા હતા, તેઓ પર અને રેસ્ટોરન્ટમાં મોડી રાતે રેડ પાડવા માટે જાણીતા હતા. તેમને મળેલી ટીપને આધારે તેમણે દક્ષિણ મુંબઈની પોશ હોટલમાં રેડ પાડીને આ છ બિઝનેસમેનને રમી રમતા પકડી પાડયા હતા.