Site icon

અરે વાહ-હવે મુંબઈગરાને સેન્ટ્રલ રેલવેના આ સ્ટેશનો પર મળશે ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગની સુવિધા

News Continuous Bureau | Mumbai

વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો(Electric vehicles) (EV) તરફ વળી રહ્યા છે. તેની સામે જોકે આ વાહનોને ચાર્જિંગની સુવિધા(Charging facility) ઉપલબ્ધ નથી. ત્યારે સેન્ટ્રલ રેલવેએ(Central Railway) મુંબઈ ડિવિઝનના(Mumbai Division) મહત્વના સ્ટેશનો પર નવ  EV (ઈલેક્ટ્રિક વેહીકલ)(Electric vehicle) ચાર્જિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

વાતાવરણમાં(environment) રહેલા કાર્બન ઉત્સર્જન(Carbon emissions) ઘટાડવાના સરકાર પ્રયાસ કરી રહી છે, તેના ભાગરૂપે સેન્ટ્રલ રેલવેએ પણ ઇલેક્ટ્રિક વેહિકલ માટે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કર્યા છે. સેન્ટ્રલ રેલવેએ નવ સ્ટેશનોમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus,), દાદર(Dadar), ભાયખલા(Byculla), પરેલ(Parel), કુર્લા, લોકમાન્ય તિલક ટર્મિનસ, ભાંડુપ, કલ્યાણ અને પનવેલ સ્ટેશનો પર EV ચાર્જિંગ સુવિધા પૂરી પાડવાની છે. 

સેન્ટ્રલ રેલવેના દાવા મુજબ આ મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો(Railway stations) પર EV ચાર્જિંગ સુવિધાઓ પર્યાવરણ તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે ઈ-મોબિલિટીને(e-mobility) પ્રોત્સાહિત કરશે કારણ કે તે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. રેલવે સ્ટેશનો પર આ સાર્વજનિક ચાર્જિંગ સુવિધા ચોવીસ કલાક કામ કરી રહી છે અને EV ના સરળ સંચાલન માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરશે, જે લોકોને મોટી રાહત આપશે, સાથે જ મધ્ય રેલવે માટે વધારાની આવક પણ પેદા કરશે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગનો આવો છે વર્તારો

 રેલ્વે સ્ટેશનો પરના આ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સુવિધા મુંબઈના રસ્તાઓ પર ચાલતા મોટી સંખ્યામાં વાહનોને સસ્તું, કાર્યક્ષમ અને વિશ્વસનીય ચાર્જિંગ પોઈન્ટ મળશે અને રસ્તા પર વધુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરશે અને તંદુરસ્ત હવા અને સ્વચ્છ વાતાવરણને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે એવો દાવો પણ રેલવેએ પ્રશાસને કર્યો છે.

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Vasudhaiva Kutumbakam: પરિવાર, સમાજ અને વૈશ્વિક વ્યવસ્થા પર સંવાદને પ્રોત્સાહન સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’નું સમાપન
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Exit mobile version