Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો! એક ધનિકને દહાણુ મહાલક્ષ્મી મંદિર બહાર બેસતા ભિખારીએ ઠગી લીધો, દાન કરવું પડ્યું ભારે; આ રીતે ઠગાયો મહાલક્ષ્મીનો ભક્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 18 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા મોટો છે. તેથી લોકો પોતાની શકિત મુજબ વાર-તહેવારે દાન કરતા હોય છે. મંદિરે જનારા ભક્તો મંદિર બહાર બેસનારા યાચકોને દાન આપતા હોય છે. બોરીવલીની એક વ્યક્તિને આવી રીતે દાન કરવું ભારે પડી ગયું છે. દહાણુના મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણમાં ભીખ માંગતા રાજુ નામના શખ્સે આ વ્યક્તિ સાથે દસ લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. આ મામલે રવિવારે દહાણુના કાસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ની ફરિયાદ નોંધાઇ છે. 

આવતી કાલે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ! વર્ષ 1440 બાદ પહેલી વાર સર્જાશે આવું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ; જાણો ભારતમાં ક્યાં દેખાશે
 

પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ભિખારીની શોધ શરૂ કરી છે. બોરીવલીમાં રહેતા એક ભક્ત ઘણાં વર્ષોથી દહાણુ સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શને જાય છે. દેવીનાં દર્શન લીધા બાદ મંદિર બહાર બેઠેલા તમામ યાચકોને તેઓ દાન આપતા હતા. દરમિયાન રાજુ નામના ભિખારીએ તેમને જણાવ્યું હતું કે તેની પાસે જૂના સોનાના સિક્કા છે જે વેચવાના છે. આ બંને વચ્ચે એક સોદો નક્કી થયો, જેમાં એક કિલો સિક્કાના રૂા.એક લાખ આપવાનું તે ભક્તે ભિખારીને કહ્યું.

સોદો થયા બાદ પહેલી નવેમ્બરે ચારોટી ચેકનાકા પાસે રાજુ સહિત બે જણ દસ કિલો સિક્કા લઇને પહોંચી ગયા હતા અને સિક્કાના બદલામાં દસ લાખ રૂપિયાની રોકડ લીધી હતી. આ સિક્કા સોનારને દેખાડતા તે પિત્તળના સિક્કા હોવાનું સામે આવ્યું. ત્યાર બાદ ૧૪મી નવેમ્બરે ફરિયાદીએ કાસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

લો બોલો, આ શખ્સ 7 વર્ષથી ટ્રાફિક પોલીસના હાથમાંથી છટકતો રહ્યો, આટલી વાર ચાલાન કપાયું છતાં એકેય વાર દંડ ન ભર્યો; હવે પોલીસે કરી આ કાર્યવાહી
 

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version