Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં રોડ ક્રોસ કરતી વખતે બેસ્ટ બસ જીવલેણ ટકકરથી શખ્સનું મોત થતાં ડ્રાઈવર સામે કેસ નોંધાયો..

Mumbai: બેસ્ટ બસ કથિત રીતે મૃતક વ્યક્તિ સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ પોલીસ પીડીતને તાત્કાલિક જીટી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પીડીતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

A case has been registered against the driver after a man was killed in a fatal collision with a BEST bus while crossing the road in Mumbai

A case has been registered against the driver after a man was killed in a fatal collision with a BEST bus while crossing the road in Mumbai

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં બેસ્ટ બસ ડ્રાઈવરે રોડ ક્રોસ કરતી વ્યક્તિ સાથે અથડાતા અસસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીડીતનું મોત થયું હતું. આ મામલામાં એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસે બેસ્ટ બસ ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

Join Our WhatsApp Channel

17 જાન્યુઆરીએ બેસ્ટ બસ કથિત રીતે મૃતક વ્યક્તિ સાથે અથડાઈ હતી. ડ્રાઈવરની ( BEST bus driver ) લાપરવાહીથી આ ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ પીડીતને તાત્કાલિક જીટી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પીડીતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

 Mumbai: વર્ધનમાન ચોક પાસે એક વ્યક્તિ બેભાન પડેલો હોવાનો પોલીસને કોલ આવતાં…

વાસ્તવમાં, વર્ધનમાન ચોક પાસે એક વ્યક્તિ બેભાન પડેલો હોવાનો કોલ આવતાં , પોલીસની ( Mumbai Police ) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ તરત જ પીડીતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Doordarshan Logo: દૂરદર્શનનું ભગવાકરણ થયું, લોગો બદલવા બદલ પૂર્વ પ્રસાર ભારતીના સીઈઓએ કરી આકરી ટીકા.. જુઓ વિડીયો..

વ્યક્તિનું મોત નીપજતા પોલીસે તે વિસ્તારમાં વધુમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. જેમાં રાહદારીઓએ પોલીસને જણાવ્યું હતું કે, એક બસ માણસ સાથે અથડાઈ હતી. તો બીજા એક સાક્ષીએ જાણ કરી હતી કે જ્યારે આ ઘટના બની ત્યારે મેટ્રો જંકશન નજીકના ટર્નિંગ પાસે મૃતક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો . ત્યારે અચાનક બસ સામે આવી જતા તે બસ સાથે અથડાતા અકસ્માતની ( Road accident ) ઘટના બની હતી. આ વાતની જાણ થતાં જ પોલીસે તે સમયે ત્યાંથી પસાર થતી બસની ( BEST Bus ) માહિતી મેળવી ડ્રાઈવરની તપાસ કરી હતી.

પોલીસે આ મામલામાં બેસ્ટ બસ આરોપી ડ્રાઈવર સામે આઈપીસીની કલમ 279 (રેશ ડ્રાઈવિંગ) અને 304 (બેદરકારીથી મૃત્યુ) હેઠળ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version