ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 ઓગસ્ટ 2021
શુક્રવાર
મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકને પ્રવેશ મળવો જોઇએ તે માટે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર આંદોલન શરૂ કર્યું છે. બીજી તરફ સરકાર હવે આગામી બે દિવસમાં લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવાનો વિચાર કરી રહી છે એવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી છે. ભારતીય જનતા પાર્ટીએ બે ડોઝ વેક્સિન લેનાર લોકોને લોકલ ટ્રેન માં પ્રવેશ આપવાની જીદ પકડી છે ત્યારે બીજી તરફ બોમ્બે હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આ સંદર્ભે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવા જણાવ્યું છે. આમ રાજ્ય સરકાર હવે ચારે તરફથી ફસાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર કયા નીતિ અને નિયમ હેઠળ સામાન્ય લોકોને લોકલ ટ્રેન માં પ્રવેશ આપે છે.
