News Continuous Bureau | Mumbai
નાસિક(Nasik) બાદ મુંબઈ(Mumbai)ના ફેશન સ્ટ્રીટ (Fashion street)વિસ્તારમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અગ્નિ જાણકારી મળતા જ ફાયર બ્રિગેડ(fire brigade) ની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આ આગ શોર્ટ સર્કિટ(Short ciruite) ના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે ઘણી દુકાનો લપેટમાં આવી ગઈ છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી..
Fire at Fashion street now, seen from the hospital #Mumbai pic.twitter.com/Z663CJXRnK
— Dr. Rahul Baxi (@baxirahul) November 5, 2022
આ સમાચાર પણ વાંચો : રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો – રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક